મહાશિવરાત્રીનો મેળો એટલે પ્રકૃતિ અને ભક્તિનો મેળો, જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી.

સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત મહાશિવરાત્રીનો મેળો બને તે માટે સહિયારો સફળ પ્રયાસ કરીએ -લોકસાહિત્યકાર રાજભા ગઢવી

જૂનાગઢ,તા.૧૯: જાણીતા લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવીએ ભાવિકોને મહાશિવરાત્રી મેળામાં સ્વછતા રાખવા અપીલ કરી હતી. તેઓએ જિલ્લા તંત્રના પ્રયાસોને સહકાર આપવા અને ગિરનારને શુદ્ધ રાખવા પણ અનુરોધ કર્યો હતો, આ વર્ષના મહાશિવરાત્રિના મેળામાં જુનાગઢ જિલ્લા વહીવટ તંત્ર દ્વારા સ્વછતાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે જે ને લઈને રાજભા ગઢવીએ મેળામાં આવતા ભાવીભક્તોને મેળામાં સ્વછતા રાખવા, અભિયાનમાં સહકાર આપવા અપીલ કરતાં જણાવ્યું હતું મહાશિવરાત્રિનો મેળો એટલે પ્રકૃતિનો મેળો, ભક્તિનો મેળો, ભજનનો મેળો છે. જેમાં ગરવા ગિરનારની ગોદમાં આયોજિત મહાશિવરાત્રિના મેળામાં આવતા ભક્તો સ્વછતા રાખે અને પ્લાસ્ટિક મુક્ત મહાશિવરાત્રીનો મેળો બને તે માટે ભક્તજનોને વહીવટી તંત્રને સહયોગ આપે તે માટે અનુરોધ કર્યો હતો.

ગિરનાર એટલે સનાતન સંસ્કૃતિનું શ્રદ્ધા સ્થળ અને ત્યાં યોજાતા મેળામાં સ્વચ્છતા રહે તે સૌની જવાબદારી છે. કચરો કચરા ટોપલીમાં નાખીએ અને કલેક્ટર જુનાગઢ વહીવટી તંત્ર મહાનગરપાલિકા ,જિલ્લા તંત્રને સહયોગ આપીએ તેમ પણ જણાવ્યું હતુ.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)