મહાશિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ માટે ૨૧૦ વિશેષ એસટી બસોનો સંચાલન, ભવનાથ સુધી રૂ. ૨૫ ભાડે સજ્જ.

રૂ.૨૫ નુ ભાડું ચૂકવી બસ સ્ટેન્ડથી ભવનાથની મુસાફરી કરી શકાશે,

સૌરાષ્ટ્ર-કચ્છ, અમદાવાદ તથા તીર્થ સ્થળોએથી જૂનાગઢ સુધી વિશેષ એસટી બસ દોડશે,

જૂનાગઢ તા.૧૮ ફેબ્રુઆરી-
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ ધ્વારા મહાશિવરાત્રી મેળા-૨૦૨૫ ના એકસ્ટ્રા સંચાલન બુથનું ઉદ્ઘાટન તા.૨૨ ફેબ્રુઆરીના રોજ ૦૯,૩૦ કલાકે એસ.ટી. બસ સ્ટેશન ખાતે કરાશે. આ પ્રસંગે જૂનાગઢ એસ.ટી. નિગમના વિભાગીય નિયામકશ્રી એમ.બી.રાવલ, વિભાગીય પરિવહન અધિકારીશ્રી એચ.એન.ખાંભલા જૂનાગઢ ડેપોના ડેપો મેનેજર શ્રીવી.એમ.મકવાણા તથા વિવિધ અગ્રણીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે,


મહાશિવરાત્રી મેળામાં નિગમ ધ્વારા બસ સ્ટેશનથી ભવનાથ ખાતેના એકસ્ટ્રા સંચાલન ૭૦ મીની બસથી કરવામાં આવશે. જેમનું રૂ. ૨૫ ના ભાડાથી બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી સીટી સંચાલન મીની બસોથી હાથ ધરવામાં આવશે તેમજ મેળા દરમ્યાન અમદાવાદ, ભુજ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળીયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા, ભાવનગર, અમરેલી વગેરે મુખ્ય શહેરો તેમજ મહત્વના ધાર્મિક સ્થળોનું પણ એકસ્ટ્રા સંચાલન આ વિભાગની ૧૮૦ મોટી બસો તેમજ રાજકોટ, જામનગર, અમરેલી તેમજ ભાવનગર વિભાગની ૩૦ બસો આમ કુલ ૨૧૦ બસો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવનાર હોય તેમજ વધારે ટ્રાફિક પ્રમાણ જણાયે યાત્રાળુઓની સુવિધા માટે વધારે બસોનું પણ આયોજન કરાયુ છે. જેની મહાશિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓએ બસનો લાભ લેવા વિભાગીય નિયામક શ્રી એસટી જૂનાગઢ દ્વારા યાત્રિકોને અનુરોધ કરાયો હતો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)