જૂનાગઢ ખાતે યોજાનારા મહાશિવરાત્રી મેળા માટે યાત્રિકોની સુવિધા ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દ્વારા 22મી ફેબ્રુઆરીથી 27મી ફેબ્રુઆરી 2025 દરમિયાન ખાસ “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ” ટ્રેન દોડાવવામાં આવશે.
ભાવેનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ મીટરગેજ સ્પેશિયલ ટ્રેન અમરેલી અને જૂનાગઢ સ્ટેશનો વચ્ચે ચલાવવામાં આવશે.
ટ્રેનનું સમયપત્રક:
- અમરેલી-જૂનાગઢ (09531):
- રવાનગી: 08:50 કલાકે (અમરેલી)
- પહોંચ: 12:35 કલાકે (જૂનાગઢ)
- જૂનાગઢ-અમરેલી (09532):
- રવાનગી: 13:00 કલાકે (જૂનાગઢ)
- પહોંચ: 17:10 કલાકે (અમરેલી)
આ ટ્રેન અમરેલી પરા, ચલાલા, ધારી જંક્શન, ભાડેર, જેતલવડ, વિસાવદર, જુની ચાવંડ, બિલખા અને તોરણીયા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
મહાશિવરાત્રીના મેળા માટે જૂનાગઢ જવા ઈચ્છતા યાત્રિકો માટે આ ટ્રેન ઉપયોગી સાબિત થશે. પ્રવાસીઓએ સમયસર ટિકિટ બુકિંગ કરાવી લેવા અનુરોધ છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, (જૂનાગઢ)