મહાશિવરાત્રી મેળા-૨૦૨૫: ભવનાથ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાની જવાબદારી આપણી સૌની, ૨૦૦ કર્મચારી-સફાઈ કામદાર સફાઈ અભિયાન ચલાવશે.

૨૦૦ કર્મચારી/ સફાઈકામદાર નવ સફાઈ રૂટ સફાઈ અભિયાન કરશે,

જૂનાગઢ તા.૧૮ ફેબ્રુઆરી-
જૂનાગઢના ભવનાથ વિસ્તારમા તા.૨૨ ફેબ્રુઆરી થી તા.૨૬ ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે. આ મેળામા દેશભરમાંથી સાધુ સંતો તેમજ ભાવિકો આવતા હોય છે. ત્યારે આ મેળાના સુચારુ આયોજન માટે તંત્ર દ્રારા અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
જે અંતર્ગત ભવનાથ ક્ષેત્રની સફાઈ તથા ડ્રેનેજની કામગીરી અર્થે રાઉન્ડ ઘ ક્લોક ૨૦૦ કર્મચારી/ સફાઈ કામદાર જોડાઈ ત્રણ સિફ્ટમાં કામગીરી કરશે.
ભવનાથ વિસ્તારના મહાનગરપાલિકા, જૂનાગઢ હસ્તકના નિયત થયેલ ૯ સફાઈ રૂટમા ઈન્દ્રભારતી દરવાજાથી રૂપાયતન દરવાજા,રૂપાયતન દરવાજાથી નવા ભવનાથ,રીંગરોડની બન્ને સાઈડ તેમા આવતા ગ્રાઉન્ડ, લંબે હનુમાનજી મંદિર સામેનો રોડ તથા રબારી નેશ, પ્રેરણાધામથી અખાડા સુધી, ભારતીબાપુ આશ્રમ વાળુ ગ્રાઉન્ડ અને બન્ને તરફના મેઈન રોડની સાઈડ, જીલ્લા પંચાયત ગ્રાઉન્ડ, અગ્નિ અખાડા સામેનું ગ્રાઉન્ડ તથા પ્રકૃતીધામ પાસેના રોડમા સફાઈ અભિયાન હાથ ધરાશે,


આ ઉપરાંત ભવનાથ વિસ્તારમાં કાર્યરત અન્નક્ષેત્ર તથા અન્ય વિસ્તારમાંથી ર-ટ્રેકટર તેમજ ૧૦-ટીપરવાન મારફત દિવસમાં ત્રણ વખત કચરો એકત્રીત કરી યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરાશે. આ ઉપરાંત ૨૦૦ લિટર ક્ષમતાની ૭૦ કચરા ટોપલી ભવનાથ વિસ્તારમાં અલગ અલગ સ્થળે રાખવામાં આવી છે. જેથી સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ અન્ય કચરો શ્રદ્ધાળુઓ દ્વારા રસ્તા પર નાખવામાં ન આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે. ભવનાથ વિસ્તારમાં જુદા-જુદા સ્થળે ટ્રાફિકને અડચણ રૂપ ન થાય તે રીતે તેમજ નિયત થયેલ પાર્કિંગના સ્થળે જરૂરીયાત મુજબના ૧૦ સ્થળે મોબાઈલ ટોયલેટ વાન મૂકવામાં આવશે. તથા ભવનાથ વિસ્તારમાં દશ જાહેર શૌચાલય શરૂ કારવામાં આવશે અને નિયમીત પણે સફાઈ કરવામાં કરાશે. દામોદર કુંડની સુદ્રઢ સફાઈની કામગીરી અર્થે રાઉન્ડ ધ ક્લોક કામદારો રાખવામાં આવશે,અત્રે ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રીના મેળા દરમિયાન રાજ્ય તેમજ દેશભરથી સાધુ સંતો અને ભાવિકો આવતા હોય મેળો અને શહેર સ્વચ્છ રહે ક્યાંય ગંદકી ન થાય તે નાગરિકોની ફરજ છે તથા સ્વચ્છતા સાથે જોડાયેલા કર્મચારીઓને સહયોગ આપવા પણ તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)