મહાશિવરાત્રી મેળો 2025 જૂનાગઢ ખાતે રાજ્ય ના ગૃહ મંત્રી ના હસ્તે સન્માન!!

ભવનાથ તળેટી વિસ્તાર માં ગુજરાત રાજ્ય ના માનનીય ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકા ના સફાઈ કામદારો ને સાલ ઓઢાડી મીઠાઈ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા સફાઈ કામદારો ભાઈઓ બહેનોની અથાગ મહેનત તડકા માં રાત દિવસ કરવામાં આવેલ કામગીરી ને બિરદાવવામાં આવેલ આ તકે મા.કમિશનર ડૉ.ઓમ પ્રકાશ ની સૂચના તથા બન્ને નાયબ કમિશનર એ. જે ઝાપડા અને ડી. જે જાડેજા ના માર્ગદર્શન હેઠળ આસી.કમિશનર (ટેક્સ) અને સેનીટેશન સુપ્રિટેન્ડેન્ટ કલ્પેશ ભાઈ ટોલીયા ની ટીમ ના સુપરવાઝર મનીષ દોશી,રાજેશ ત્રિવેદી,ધર્મેશ ચુડાસમા, ભરતભાઈ ગૌસ્વામી અને ૧૦ જેટલા સેનેટરી ઇન્સ્પેક્ટર ની દેખરેખ માં મેળો સરું થયા પહેલા ના દિવસો અને મેળો પૂર્ણ થયા બાદ ના દિવસો માં રાઉન્ડ ધ કલોક સફાઈ વ્યવસ્થા ગોઠવવામા આવેલ ભવનાથ તળેટીના સમગ્ર ઉતારા આશ્રમો તેમજ દરેક રોડ રસ્તા ઉપર ની ગટર સફાઈ અને રોડ રસ્તા પર ની સફાઈ સાથે ડોર ટુ ડોર વાહન દ્વારા કચરો લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલ આશરે ૨૦૦ જેટલા સફાઈ કામદારો દ્વારા મેળો સરું થયા પહેલા અને પછી ના દિવસો માટે સુચારુ સફાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ