મહા આદ્રા નક્ષત્રમાં શ્રી સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવી..

સોમનાથ તા.૧૬/૧૨ આજે માગશર માસનો મહા આદ્રા નક્ષત્ર યોગ છે. ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી. ત્યારે આજરોજ એ પવિત્ર ભૂમિ પ્રભાસમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં સોમનાથ દાદાની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. ભગવાનને પવિત્ર દ્રવ્યોથી અભિષેક કરી દેવાધિદેવ મહાદેવ પાસે વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.


આ દિવસે સોમેશ્વર ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઇ.


આજના દિવસે ભક્તો શિવ દર્શન કરવા મંદિરે જતા હોય છે. શિવ પૂજા અર્ચના, આરતી કરીને મહાદેવને પ્રસાદી અર્પણ કરી પુણ્ય અર્જન કરતા હોય છે. કહેવામાં આવે છે કે આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે.આજે શિવજીની આરાધના કરી પંચાક્ષર સ્તોત્રનું પઠન કરવાનો મહિમા છે સાથે દીપ જ્યોતિ કરીને મહાદેવને પ્રસન્ન કરી શકાય છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ( જૂનાગઢ)