મહિલા કોલેજ કેશોદ એનએસએસ યુનિટ દ્વારા ગવર્નમેન્ટ હોસ્પિટલ કેમ્પસમાં “સ્વચ્છતા હી સેવા” પ્રવૃત્તિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

કેશોદ

શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત યુ. કે. વાછાણી મહિલા કોલેજ એનએસએસ વિભાગ અને ગવર્ન્મેન્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એનએસએસ યુનિટ દ્વારા ગવર્ન્મેન્ટ હોસ્પિટલ કેમ્પસમાં સ્વચ્છતા હી સેવા ( સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અંતર્ગત રાષ્ટ્રસેવા અને સ્વચ્છ ભારત અભિયાનને અનુલક્ષીને પ્રવૃત્તિ કરવામાં આવી. આ પ્રવૃત્તિમાં ડૉ સી બી કગથરા પ્રિન્સીપાલના સુચારુ માર્ગદર્શન

મુજબ. તેમના આયોજનથી કામગીરી કરવામાં આવી ગવર્નમેન્ટ હોસ્પિટલના વિભાગ અધિકારીશ્રી, તથા પ્રજ્ઞાબેન અન્ય સ્ટાફદ્વારા સહકાર મળ્યો અને પ્રવૃત્તિ માટે તાત્કાલિક ધોરણે મંજુરીઆપી અને વ્યવસ્થાપન માં સહકાર આપ્યો હતો. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ માં NSS ની 50 જેટલી વિદ્યાર્થીની ઓ એ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ના જુના વિભાગ માં સંપૂર્ણ સ્વચ્છ કરવામાં આવેલ હતું

આ સ્થળના મેદાનમાંથી ઘણો જ પ્લાસ્ટિકનો જથ્થો એકઠો કરી નિકાલ કર્યો અને સુકો-ભીનો કચરો દૂર કર્યો હતો.આ પ્રવૃતિ એન.એસ.એસ.ની ૫૦ વોલેન્ટીયર્સ, એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફીસર ડો.મીતા રાજપુરા, સ્ટાફ અને ગીતાબેન ગોરિયાના સહકાર- અને સંકલનથી કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવેલ હતો .

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)