💪महिला સશક્તિકરણ: GHCL ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ધૂમધામથી ઉજવણી 🎉
🌍આજ રોજ GHCL ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુત્રાપાડા દ્વારા સંચાલિત મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો।
👩🦰આ ઉત્સવમાં GHCL ફાઉન્ડેશનના ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા, તાલાળા અને વેરાવળ તાલુકાના 266 સ્વ સહાય જૂથના 650 થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી।
🤝પ્રોગ્રામમાં ફાઉન્ડેશનના મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટના આગેવાન બહેનો દ્વારા જવાબદારી નિભાવી, જેમાં GHCL લિમિટેડના ઓપરેશનલ હેડ મયૂરેશ હેદે, HR મેનેજર મયૂર ત્રિવેદી, દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન રાઠોડ અને અન્ય સરકારના અધિકારીઓ હાજર રહ્યા।
🎭આ કાર્યક્રમમાં મહિલાઓએ બચત, દિકરા-દિકરીના ઉછેર, જેન્ડર અસમાનતા અને શિક્ષણને પ્રગટ કરતી નાટક પ્રસ્તુતિ કરી।
🗣મહિલાઓએ GHCL ફાઉન્ડેશન સાથે જોડાતા થયેલા જીવનમાં ફેરફાર અંગે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા।
🛍આ સાથે જ મહિલાઓએ ઘરના ઉદ્યોગો જેવી કે સાબુ, આર્ટ, ખાખરા, ચકરી, આર્ટ વર્ક વગેરેના સ્ટોલ પર ભાગ લીધો અને આનંદ માણ્યો।
💼આ કાર્યક્રમને સફળ બનાવવામાં મિરલ વાળા, ધારા મહેતા, કાજલ, નેહા મોરી, ધર્મેન્દ્ર બારડ, નિતિન રાઠોડ અને બધી ટીમનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યો।
📝અહેવાલ : દિપક જોશી પ્રાંચી (સોમનાથ)