મહુધા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ લાઇનમાં આજરોજ ગણેશ મહોત્સવ નિમિત્તે ઇકો-ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી. પર્યાવરણને અનુકૂળ એવા આ પ્રયોગની સૌત્રણે પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે વિશેષ મહેમાન તરીકે મહુધા પોલીસ દ્વારા શેરી ગામના વીર શહીદ વિજયસિંહ સોઢા પરમાર, જેઓ આર્મીમાં ફરજ બજાવતા શહીદ થયા હતા, તેમની ધર્મપત્ની સપનાબેન પરમાર તેમજ વિસ્તારના નિવૃત્ત આર્મી મેનને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સપનાબેન તથા સૈનિકોના હસ્તે શ્રી ગણપતિદાદાની વિધિવત આરતી કરાવવામાં આવી.
આરતી બાદ મહુધા પોલીસ દ્વારા શહીદના પરિવારજનો તેમજ નિવૃત્ત સૈનિકોને ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે તેમની દેશસેવાને યાદ કરતાં ભાવનાત્મક વાતાવરણ સર્જાયું હતું.
પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા શહીદોના પરિવારજનોને સન્માન આપવાનો હેતુ છે અને સાથે જ સમાજમાં દેશપ્રેમની ભાવના જગાડવી છે.
તે ઉપરાંત, મહુધા પોલીસ દ્વારા કાર્યક્રમ દરમિયાન લોકોમાં જાગૃતિ લાવવા અનેક માહિતીસભર એગ્ઝિબિશન મોડ્યુલ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
➡️ જેમાં સાયબર ક્રાઈમ અવેરનેસ,
➡️ ટ્રાફિક અવેરનેસ,
➡️ ખેડા જિલ્લાનું પ્રવાસન,
➡️ મેક ઇન ઇન્ડિયા અભિયાન,
➡️ તેમજ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને “ઓપરેશન સિંદૂર” અભિયાન અંગે વિશેષ માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી.
આ મોડ્યુલો દ્વારા હાજર લોકોમાં સચેતનતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકો તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા મહુધા પોલીસના આ આયોજનની પ્રશંસા કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજવા માંગણી ઉઠી હતી.
🖊️ અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ