મહુવા ટાઉન પોલીસ દ્વારા ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂના ગેરકાયદેસર કારોબારમાં સંડોવાયેલા બે ઈસમ પાસા હેઠળ અટકાયતમાં, ખાસ જેલ ભુજ મોકલાયા.

ભાવનગર, તા. ૫ — ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ તથા મહુવા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈનના સુચન મુજબ, મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લિશ દારૂ, માથાભારે ઇસમો, ગેરકાયદેસર નાણા ધીરધાર, જાતીય સતામણી, પ્રોહિબિશન તથા જુગાર સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમો સામે પાસા (પ્રિવેન્શન ઑફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ અન્વયે, મહુવા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂના ગેરકાયદેસર કારોબારમાં સંડોવાયેલા બે ઈસમો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી માટે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગરને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરખાસ્ત મંજૂર થતાં, પાસા વોરંટની બજવણી કરીને આરોપીઓને અટકાયત કરી ખાસ જેલ ભુજ (કચ્છ) ખાતે મોકલવામાં આવ્યા.

પાસા હેઠળ અટકાયતમાં આવેલા ઈસમો:
૧. મનસુખભાઈ રૂપાભાઈ ઉનાવા, ઉંમર ૩૨, રહે. અલંગ ગામ, તા. તળાજા, જી. ભાવનગર
૨. હિતેષભાઈ શામજીભાઈ બારૈયા

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:
૧. પો. ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલ
૨. હેડ કોન્સ્ટેબલ બી.જી. પંડયા
૩. હેડ કોન્સ્ટેબલ કે.યુ. ભાદરકા
૪. પો. કોન્સ્ટેબલ ભરતભાઈ રામુભાઈ
૫. પો. કોન્સ્ટેબલ જગદીશભાઈ હમીરભાઈ
૬. પો. કોન્સ્ટેબલ નિલેશભાઈ ઘુઘાભાઈ
૭. પો. કોન્સ્ટેબલ હરેશભાઈ

આ કાર્યવાહીથી મહુવા ટાઉન વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના ધંધામાં સંકળાયેલા તત્વોને ચેતવણી મળી છે અને કાયદો-વ્યવસ્થામાં સકારાત્મક સંદેશો પ્રસરી રહ્યો છે.

અહેવાલ સતાર મેતર ભાવનગર