મહુવા તાલુકાના ખડસલિયા ગામના વતની તથા હાલ મહુવા ડિવીઝનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) જીવનભાઈ રામભાઈ આહીરને તેમની નોંધપાત્ર અને વિસેષ કામગીરી બદલ ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક વિકાસ સહાય (IPS) સાહેબ દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. A.S.I આહીર અનડિટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલવામાં, આરોપીઓના નાસતા ફરી રહેલા જાળને પકડવામાં તેમજ ચોક્કસ અને વ્યાપક બાતમીદારોના નેટવર્કના કારણે સમગ્ર ભાવનગર પંથકમાં ખૂબ ઓળખાયેલી વ્યકિતત્વ છે.
વિશેષ નોંધપાત્ર ઘટના તરીકે, આશરે આઠ મહિના પહેલા S.P. અંશુલ જૈન તથા તેમની ટીમની સહાયથી મહુવા તાલુકાના ‘ચામુંડા ડાય વર્કસ’ નામના કારખાનામાંથી ભારતમાં પ્રતિબંધિત વ્હેલ માછલીની ઉલ્ટી જેનો વિદેશી બજારમાં ખુબ ઊંચો ભાવ હોય છે, તે ઉપરાંત મોબાઈલ સહિત કુલ રૂ. 12.00 કરોડ 30 હજારનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો. આ મોટી કાર્યવાહી દરમિયાન જીવણભાઈ આહીરનું યોગદાન ખૂબ જ મહત્વનું રહ્યું હતું.
ASI જીવણભાઈની સતત નિષ્ઠાપૂર્વકની ફરજ બજવણી, ગુનાહિત પ્રવૃત્તિઓ પર સંવેદનશીલ નજર, અને તાત્કાલિક કામગીરીના પરિણામે તેઓ આજે ગુજરાત પોલીસ વિભાગમાં ગૌરવનું કારણ બની રહ્યા છે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ પણ તેમની કારકિર્દી અને કામગીરીને વખાણી છે.
આ પ્રસંગે સમગ્ર પોલીસ વિભાગ તેમજ આહીર સમાજ તરફથી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે, કારણ કે આવા અધિકારીઓના નિમિષમાં લીધેલા પગલાં અને સતર્કતાથી સમાજમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બને છે.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર