આ સરસ્વતી ધામ ના લોકાર્પણ કાર્યક્રમમાં પૂજ્ય મોરારીબાપુની સાથે ૩૫૧ સરસ્વતી ધામના મુખ્ય દાતા કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે કેશુભાઈ ગોટી ભગતજી તથા આ સરસ્વતી ધામના સંયોગીદાતા હરિભાઈ નકુમ તથા તેમનો પરિવાર હાજર રહ્યો હતો તેમ જ અમરેલીના સાંસદ તથા રાજકોટના ધારાસભ્ય મહુવાના પૂર્વ ધારાસભ્ય તથા અનેક મહેમાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માં ડુંડાસ તથા આજુબાજુના ગામોના લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પૂજ્ય મોરારીબાપુ તથા કેશુભાઈ ગોટીયે ખુબ સુંદર પ્રવચન શિક્ષણ ને લગતું આવ્યું હતું તથા લોકભારતી સણોસરા ના ચેરમેન પણ આ કાર્યક્રમમાં મહેમાન તરીકે હાજર રહ્યા હતા સંસ્થાના પ્રમુખે દરેકનો આભાર માની શબ્દોથી તથા સાલથી સન્માન કર્યું હતું. કાર્યક્રમને અંતે ખુબ સરસ ભોજન ની વ્યવસ્થા રાખવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શાળાના શિક્ષકો તથા તમામ સ્ટાફે ખૂબ જ મહેનત કરી હતી આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ કૃતિઓ રજૂ કરી હતી તથા શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ : સતાર મેતર ભાવનગર