વલસાડ: ધરમપુર ની બાજુમાં આવેલા કેળવણી પટેલ ફળીયા મા કથાકાર ભાસ્કરભાઈ દવે ના સાનિધ્યમાં બે દિવસીય અંબામાતા ના મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો. ભાસ્કરભાઈ દવે એ જણાવ્યું હતુ કે ” ભગવાન ની કૃપા થી ચૈત્રી નવરાત્રી ના પવિત્ર દિવસ મા આપને ભજન, ભોજન અને અભિષેક નો ત્રિવેણી સંગમ પ્રાપ્ત થયો હતો. નવયુવક મંડળ અને મહિલા મંડળ કેળવણી ભારે જહેમત ઉઠાવી હતી. કેળવણી સહીત પુરા પ્રદેશ મા “જય ભવાની જય અંબે” ના નારા થી વાતાવરણ માઁમય બન્યું હતુ. કર્મકાંડ આચાર્ય કિશનભાઈ દવે, હિતેષભાઇ મહારાજ અને ઋષિકુમાર પ્રિન્સ દવે ના વેદમંત્રોચાર ના ધ્વની થી વાતાવરણ ધર્મમય બન્યું હતુ. પધારેલા ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદ અને રાત્રે ગરબા નુ આયોજન કરવામાં આવ્યું હતુ. અંબામાતા ના આગમન અને પ્રાણ પ્રતિષ્ઠા થી પુરા પ્રદેશ મા આનંદ ની લાગણી પ્રસરી છે.
અહેવાલ :- અંકેશ યાદવ વલસાડ