માંગરોળના આરેણા ગામે તાલુકા કક્ષાએ ૭૬માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાઈ.

ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ સહીત કાર્યક્રમો યોજાયા.

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આરેણા ગામની આરેણા પ્રાથમિક શાળાના વિશાળ પટાંગણમાં મામલતદાર એચ.આર પરમાર હસ્તે તિરંગો લહેરાવી તાલુકા કક્ષાએ ૭૬માં પ્રજાસત્તાક દિવસની આન બાન શાન સાથે ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે પોલીસ પરેડ, મામલતદાર દ્વારા નાગરિકોને પ્રાસંગિક સંબોધન, શિક્ષકો અને સેવાભાવી નાગરિકોનું સહીતનું સન્માન તથા બાળકોએ વિવિધ સાંસ્કૃતિક દેશભક્તિની કૃતિઓ રજૂ કરી તેમજ મામલતદાર હસ્તે ગ્રામ પંચાયતમાં વિકાસ કાર્યો માટે પાંચ લાખની ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ ઉજવણી અંતર્ગત ખેતીવાડી મત્યોદ્યોગ આંગણવાડી સહીત વિવિધ સ્ટોલના માધ્યમથી નાગરીકોને માહિતગાર કરાયા કાર્યક્રમના અંતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકા વિકાસ અધિકારી આરવી ઓડેદરા ,શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહિત વહીવટીતંત્ર તાલુકા પંચાયત વિભાગ, પોલીસ વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ સરપંચો શિક્ષકો વિધ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)