માંગરોળના ચંદવાણા ગામે આધેડના હત્યારાઓને ગણતરીની કલાકોમાં પોલીસે ઝડપી પાડયા.

જુનાગઢ

માંગરોળનાં શીલ પોલીસ સ્ટેશનના તાબામા આવેલ ચંદવાણા ગામે એક આધેડની હત્યા થી ચકચાર મચી ગઈ છે,જાણવા મુજબ ચંદવાણા ગામે વરજાંગ વીરા વાજા ઉવ. 45 ને વાડીએ ઝાડ સાથે બાંધીને ઘમકાવી ને ઢોર માર મારતાં હતા તેવામા વરજાંગ મૃત્યુ પામતા ગુન્હો હત્યામાં પરિણમ્યો,
ચાર થી પાંચ જેટલાં લોકોએ સાથે મળીને આ આધેડને ઝાડ સાથે બાંધીને માર મારતાં મરણ થયું હોવાની માહિતી મળેલ છે

શીલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હત્યાનો ગુન્હો નોંધી હત્યારાઓ ને ઝડપી વઘુ તપાસ હાથ ધરી છે મૃતક ની ડેડ બોડીને માંગરોળ સરકારી હોસ્પિટલે પીએમ માટે લાવવામા આવેલ હતી.હત્યા કરાયાનું કારણ અકબંધ શીલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.વી.ચુડાસમા દ્વારા આરોપીઓને ગણતરીના કલાકોમાંજ પકડી પડયા હતા.

જોકે ગામના અમુક લોકોના મતે આ હત્યા અંધશ્રદ્ધા ના નામે થઈ હોવાનું પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે..

મૃત્યુ પામનાર વરજાંગ વીરા વાજા ચાંદવાણા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા હતો અને તે પરણીત છે અને તેને એક પુત્રી હોવાનુ પણ જાણવા મળયુ છે
પ્રાથમિક તારણ મુજબ મર્ડર થયા પછી મર્ડર કરનાર લોકોએજ ગામમાં વાત પ્રસરાવી કે ગામમાં ચોર આવ્યો છે તૅવી વાત વહેતિ કરિ ગુનાથી છટકવા કાવતરું રચ્યું હોવાની વાત બહાર આવી છે મોડી રાત્રીએ મામાદેવ ના મંદિરે પુજા કરતા હતા ત્યારે આ ઘટના બની હોવાનુ જાણવા મળેલ છે વઘુ વિગત પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા પછી અને પોલીસની વધુ તપાસ બાદ જ બહાર આવશે,,

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)