માંગરોળના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે આદ્રા નક્ષત્રમાં સવિશેષ દીપ સુશોભન સાથે મહાપૂજા કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી.

માંગરોળ શહેરના મધ્યમાં આવેલ રામદેવપીર મંદિરની બાજુમાં આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં 108 દિવડાની વિષેશ દિપમાળા તેમજ પુષ્પ શણગાર સાથે વિષેશ મહાપુજાનુ આયોજન કરાયુ હતુ.માગશર માસનું મહાઆદ્રા નક્ષત્ર દિવસનો ખૂબજ મહત્વ ગણાય છે આ દિવસે શિવદર્શન અને શિવલિંગની પુજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે તેમજ આ દિવસે દિપ પ્રગટાવવાનુ પણ ખુબજ મહત્વ માનવામાં આવે છે ત્યારે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે, પારૂલબેન જાદવ,ઉષાબેન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં મહીલાઓએ આદ્રા નક્ષત્રમાં જ્યોત પ્રાગટાવી સવિશેષ દીપ સુશોભન સાથે મહાપુજા અને શિવદર્શનનો લાભ લઇ પોતાના પરિવારની સુખ શાંતી માટે દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરી હતી.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)