પ્રધાનમંત્રી આવાસ યોજના ની અંદર લોએજ ગામના 28 પરિવારોને મકાન સહાય મંજુર કરવામાં આવી
માંગરોળ તાલુકાના લોએજ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 28 લાભાર્થીઓને આવાસ વર્ક ઓર્ડર કેશોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ, તાલુકા વિકાસ અધિકારી આરવી ઓડેદરા, રવીભાઈ નંદાણીયા સહીત આગેવાનોની ઉપસ્થિતીમાં આપવામાં આવ્યા.
લોએજ ગામમાં પાંચ વર્ષની અંદર જુદી જુદી સ્કીમ અંતર્ગત 100 થી વધુ પરિવારોનાં મકાન મંજૂર કરવામાં આવેલ છે તેમાં અંદાજિત દોઢ કરોડ રૂપિયા જેટલી મકાન સહાય આપવામાં આવેલ છે
સરપંચશ્રી રવિભાઈ નંદાણીયાનાં અથાગ પ્રયત્નોને લીધે નવું ગામતળ પણ મંજૂર કરવામાં આવ્યું છે છેલ્લા પાંચ વર્ષની અંદર માંગરોળ તાલુકામાં માત્ર લોએજ ગામની અંદર ગામતળ મંજુર થયું છે અને અંદાજિત 35 જેટલા પરિવારોને પ્લોટ આપવામાં આવેલ છે
રીપોર્ટર: પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)