માંગરોળના લોએજ શ્રીમતી વી.એમ ચાંડેરા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ દિવરાણા (ધાર) શ્રીમતી વી.એમ.ચાંડેરા શૈક્ષણિક સંકુલના સ્થાપક/સંચાલક, VMC મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પીટલના સંસ્થાપક અને કન્વીનર જુનાગઢ જિલ્લા ભાજપ શિક્ષક સેલના ડો.વેજાભાઇ મસરીભાઈ ચાંડેરા ના જન્મ દિવસની ઉજવણી ત્રિવિધ કાયૅક્રમો દ્વારા કરવામાં આવી જેમાં રાહતદરે થેલેસેમીયા ટેસ્ટ કેમ્પ, પયૉવરણની જાગૃતિ માટે एक पेड मां के नाम વૃક્ષારોપણ સાથે સાથે એમ્બ્યુલન્સ નુ લોકાર્પણ શામજીભાઇ દુધાત્રાના હસ્તે કરવામાં આવ્યુ.

કાયૅક્રમની શરૂઆત લોએજ સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી મુક્તસ્વરૂપ દાસજી સાથે માતુશ્રી વેજીમાં સાથે પધારેલ મહેમાનો દ્વારા દિપપ્રાગટય કરીને કરવામાં આવી.

એમ્બ્યુલન્સ લોકાર્પણ, વૃક્ષારોપણ અને રાહત દરે થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનુ આયોજન કરી જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ .

આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જુનાગઢ વિભાગના મા.સંઘચાલક શામજીભાઇ દુધાત્રા, જુનાગઢ વિભાગ કાર્યવાહ જીતુભાઇ સાલસીયા, બાબુભાઇ વાજા , ગોવિંદભાઈ ચોચા (એડવોકેટ) જિલ્લા અધ્યક્ષ ભારતીય કિસાન સંઘ જૂનાગઢ,નાગાભાઇ મૈયારીવાળા, બાબુભાઇ નંદાણીયા સામાજીક અગ્રણીઓમાં મસરીભાઇ બામરોટીયા , નાથાભાઇ નંદાણીયા , વિનુબેન નંદાણીયા , મંજુબેન ચાંડેરા સહીતના અગ્રણીઓ ભાઈઓ બહેનો ,ખેડુત અગ્રણીઓ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ , અરજનભાઇ નંદાણીયા , ભુદેવોમાં લલિતભાઇ અધ્યારુ અને તેમની ટીમ , અજયભાઇ ગોરબાપા, નિવૃત કર્મચારી રામભાઇ નંદાણીયા , ફોજી નારણભાઇ બામરોટીયા સહીત મોટી સંખ્યામાં વડીલો શુભેચ્છકો યુવાનો અને સંસ્થાના તમામ સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કાર્યક્રમને સફળ બનાવવા ઉપસ્થિત રહનાર મહેમાનો શુભેચ્છકો સહીત તમામનો ડો.વેજાભાઇ ચાંડેરા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)