માંગરોળમાં ગોપાલ લાલજી હવેલી ખાતે હિંડોળા મહોત્સવની ધર્મોલ્લાસ સાથે ઉજવણી.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ગાય ચોગાન વિસ્તારમાં આવેલ અતિપ્રાચીન શ્રી ગોપાલ લાલજી મંદિર (હવેલી) ખાતે અષાઢ વદ છઠ થી ધર્મોલ્લાસ સાથે હિંડોળા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમા દરરોજ ભગવાનના હિંડોળાને શુકામેવા શાકભાજી ફલ ફુલ લીલોતરી જેવા દરરોજ અલગ-અલગ મનમોહન શણગાર સાથે હિંડોળા દશઁન અને સત્સંગ કિર્તન, મહાઆરતી મહાપ્રસાદ જેવા વગેરે કાર્યક્રમો આનંદમય માહોલમાં યોજાઇ રહ્યા છે.

માંગરોળનુ આ મંદિર લગભગ પોણા બસ્સો વર્ષ પૌરાણિક છે જેમા શ્રીનાથજી સ્વરૂપે બિરાજમાન ભગવાન ગોપાલ લાલજી પ્રતિ અનેક વૈષ્ણવો લોકોમાં ખુબજ શ્રદ્ધા અને આસ્થા છે ત્યારે આ હવેલીમાં હાલ ચાલી રહેલ હિંડોળા મહોત્સવ દરમિયાન માંગરોળ સહીત જુનાગઢ સુરત વડોદરા જેવા અનેક બહાર ગામોમાં રહેતા મોટી સંખ્યામાં વૈષ્ણવો ભકતો ભાવિકોએ કલાત્મક હિંડોળામાં બિરાજમાન શ્રીનાથજી મહારાજને ઝુલા ઝુલાવી દશઁન મહાઆરતી સહીતનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)