માંગરોળમાં ઠેરઠેર ગજાનન દેવના મહાપર્વની ધર્મોલ્લાસ સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં વિઘ્નહર્તા ગણેશજીના મહાપર્વની વિવિધ યુવક મંડળો તેમજ ભાવિક ભક્તો દ્વારા પોતપોતાના શેરી વિસ્તારો અને ઘરોમાં સ્થાપ્ના કરી ખુબજ શ્રદ્ધાભેર શ્રીજીની આરધના કરવામાં આવી રહી છે.

માંગરોળ શહેરના મુખ્ય લીમડાચોક, છાપરા સોસાયટી, ધોબીવાડા, લાલજી મંદિર, ગાય ચોગાન બહારકોટ કોળી વાડા, માત્રી મંદિર વિસ્તાર, શિલ્પી સોસાયટી, બંદર વિસ્તાર સહીત વિવિધ વિસ્તારોમાં સુંદર સુશોભન કરેલ મંડપ ડેકોરેશન પંડાલોમાં ઢોલ નગારા ની મહાઆરતીઓ, ધુન ભજન, સત્યનારાયણ કથા ગરબા, ગણપતી સહસ્ત્રનામ લાડુ યજ્ઞ, અન્નકોટ જેવા દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક ધાર્મીક કાર્યક્રમો યોજી ધર્મોલ્લાસ સાથે ગણપતી મહોત્સવની ઉજવણી કરવામા આવી રહીછે ત્યારે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શહેરમાં સતિમાં યુવક મંડળ આયોજીત ગણેશ ઉત્સવમાં આધુનિક રીતે સુશોભન કરેલ પંડાલમાં શ્રીજીની મનમોહક પ્રતિમાના દશઁન સાથે પ્રાકૃતિક ગિરનાર પર્વત નુ મોડલ, કુદરતી વાતાવરણમાં જંગલના દ્રશ્યો સાથે અલગ અલગ દેવોની સુંદર મુર્તીઓ ગજાનન સેલ્ફી પોઇન્ટ લોકોમાં આકર્ષણ નુ કેન્દ્ર બન્યુ છે.

ગણપતિ મહોત્સવને લઇ શહેરના રહીશોમાં પણ અનેરા ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે શહેરના દરરોજ અલગ અલગ ગણપતિ બાપા ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)