“માંગરોળમાં ભવ્ય ઉજવણી: 1075મોં પ્રાગટ્ય ઉત્સવ – ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ સાહેબ”

માંગરોળ, 30 માર્ચ 2025:
જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે સમસ્ત સિંધી સમાજ દ્વારા ચૈત્રીબીજ ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ સાહેબનો 1075મોં જન્મોત્સવ, ચેટીચાંદ ધર્મોત્સવની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમા સવારે શ્રીઝુલેલાલ મંદિરે ધ્વજારોહણ મહાઆરતી, સત્સંગ કિર્તન, સમુહમહાપ્રસાદ સહીતના ધાર્મીક કાર્યક્રમો તેમજ સાંજે બહોળી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનો વડીલો યુવાનો સાથે ડીજે ના તાલે “આયોલાલ ઝુલેલાલ” ના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા ઝુલેલાલ મંદિરેથી પ્રારંભ કરી ગાંધીચોક મુખ્ય કાપડ બજારમાંથી કાઢવામાં આવી હતી જેમાં માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, તાલુકા ભાજપ પ્રમુખ અરજણભાઈ આંત્રોલીયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહીતના ભાજપ આગેવાનો, નગરપાલિકાના સભ્યો, તેમજ ધાર્મિક સામાજિક સંગઠનોના અગ્રણીઓ પણ જોડાયા હતા.
આ શોભાયાત્રા દરમિયાન લીમડાચોકમાં વિશ્વ હિન્દુ પરિષદ, શ્રીરામ ધુન મંડળ અને શ્રી હિંગળાજ ગૃપ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી સિંધી સમાજના આગેવાનોને ફુલહાર ખેસ પહેરાવી સન્માન સાથે આવકાર્યા હતા અને ચેટીચાંદ મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી. આ શોભાયાત્રા માંગરોળ બંદર ખાતે દરિયાલાલ મંદિર ખાતે ભગવાનના દર્શન કરી પુર્ણ કરાતા ખારવા સમાજના આગેવાનો દ્વારા સિંધી સમાજના લોકોનું સ્વાગત સાથે આવકાર્યા હતા ત્યારબાદ પ્રાચીન પરંપરાગત પવિત્ર જ્યોત સાહેબને દરીયાદેવમાં પરવાન કરી અનેરા ઉમંગ અને ઉત્સાહ સાથે સિંધી સમાજ દ્વારા નવા વર્ષ ની શરૂઆત કરવામાં આવી હતી.
આ શોભાયાત્રામાં સુંદર બંદોબસ્ત સાથે સહકાર આપવા બદલ સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા માંગરોળ ડીવાયએસપી કોડીયાતર સાહેબ, પીઆઇ દેસાઈ સાહેબ સહીત સમગ્ર પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સિંધી સમાજના નવનિયુક્ત પ્રમુખ અશોકભાઈ ક્રિષ્નાણી, પુર્વ પ્રમુખ નાનકરામ સોમૈયા, ઉપપ્રમુખ દિલીપભાઈ ટીલવાણી, સમસ્ત સિંધી નવયુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, ઉપપ્રમુખ નયનભાઈ ભાવનાણી, લીનેશભાઈ સોમૈયા, સુનીલભાઈ કોટક સહિતના તમામ આગેવાનો દ્વારા સુંદર આયોજન યોજી ઇષ્ટદેવ શ્રી ઝુલેલાલ સાહેબનો 1075મોં પ્રાગટ્ય ઉત્સવની ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી.

પ્રકાશ લાલવાણી, રિપોર્ટર, માંગરોળ, જૂનાગઢ