માંગરોળ: માંગરોળ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, કેન્સરગ્રસ્ત દર્દીઓ, પ્રસુતા મહિલાઓ અને ઈમરજન્સી કેસોમાં મદદરૂપ થવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ કેમ્પમાં માંગરોળ તાલુકા ઓફીસ અને જનરલ હોસ્પિટલ, જૂનાગઢના સહયોગથી અનેક આરોગ્ય કર્મચારીઓ અને લોકોએ ભાગ લીધો.
કેમ્પનું નેતૃત્વ અર્બન હેલ્થ ઓફિસર મુનાવરાબેન નગરી મેડમ સહિત આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ સંચાલિત કર્યું. મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓએ રક્તદાન કરી માનવીય સેવા આપી હતી. રક્તદાન કરનારા તમામ રક્તદાતાઓને ડોક્ટરો અને મહાનુભાવોએ સર્ટિફિકેટ પણ વિતરણ કર્યા.
આ દરમિયાન માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, મામલતદાર પરમાર સાહેબ, અને શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહિતના આગેવાનો પણ કેમ્પની મુલાકાત લઈને આયોજકોને પ્રોત્સાહન આપ્યું.
આ બ્લડ ડોનેશન કેમ્પ માળીયા શહેરી વિસ્તારમાં સામાજિક જાગૃતિ અને માનવ સેવા માટે એક સારા પ્રયાસ રૂપમાં જોવા મળ્યો.
અહેવાલ: પ્રકાશ લાલવાણી, માંગરોળ-જૂનાગઢ