માંગરોળમાં શિક્ષક દિવસની અનોખી ઉજવણી કરતી માંગરોળ પોલીસ.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ ટાઉન પોલીસ દ્વારા શિક્ષકોનું સન્માન કરી, શિક્ષક દિવસની ઉજવણી કરાઈ.તારીખ-05/09/2024 શિક્ષક દિવસ નિમિત્તે માંગરોળ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.વી રાઠોડ સાહેબ તેમજ સી-ટીમ ઇન્ચાર્જ સમીનાબેન બેલીમ તથા પોલીસ સ્ટાફ દ્વારા શિક્ષકો ગુરુઓનું સંમાન કરવામાં આવ્યુ હતુ. શિક્ષક દિન નિમીતે માંગરોળની તિરુપતિ સ્કૂલ તેમજ ઢેલાણા પ્રાઇમરી સ્કૂલ ના શિક્ષકોની મુલાકાત લઈ તેમને પુષ્પગુચ્છ આપી મીઠાઈ ખવડાવી પોલીસ દ્વારા શિક્ષક દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી માંગરોળ-જુનાગઢ