માંગરોળ ડોક્ટર એસોસિયેશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન માંગરોળ શાખા દ્વારા સે નો ટુ ડ્રગ્સ ના થીમ સાથે મુરલીધર વાડી ખાતે એક ભવ્ય ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા 850 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો જેમાં જુનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબે ખાસ ઉપસ્થિત રહી તમામ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યારે આ ચિત્ર સ્પર્ધાના વિભાગ બી માં ભાગ લેનાર માંગરોળ બંદરના પરમેશ વિદ્યાલયમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દર્શાંગીબેન પરસોતમભાઈ વંદુરે પ્રથમ નંબર મેળવી તેમના પરિવાર અને ખારવા સમાજ નુ ગૌરવ વધાર્યુ છે પ્રથમ ક્રમાંક મેળવવા બદલ ડોક્ટર એસોસિયેશન દ્વારા રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતા,
અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)