માંગરોળ કન્યા વિનય મંદિર શાળા પરિવાર દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમીતે વિશાળ રેલી યોજવામાં આવી.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરની સુનીધિ સદભાવ કન્યા વિનય મંદિરના શાળા પરિવાર દ્વારા ગુજરાતના ગૌરવ સાંસણ ગિર ના સિંહ સંરક્ષણ સંકલ્પના સંદેશા સાથે ૧૦ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી સંદર્ભે મહારેલી નુ આયોજન કરાયુ જેમા મોટી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનોએ સિંહ નુ માસ્ક પહેરી રેલીમાં ભાગ લીધો હતો.

વિશ્વ સિંહ દિવસે લોકજાગૃતિ ફેલાય સિંહ સંરક્ષણ અને સંવર્ધન થાય જેના કારણે પર્યાવરણ નું પણ રક્ષણ થાય તેવુ લોકોમાં એક સંદેશો આપવાના પ્રયાસ સાથે આ મહારેલી કન્યા વિનય શાળાએ થી શરુ કરી કાપડ બજાર લીમડાચોક જેલ રોડ થી જુનાબસ્ટેશન સહીત મુખ્ય માર્ગો પર ફરી શાળા ખાતે પુર્ણ કરાઈ હતી

આ રેલીમાં શાળાના આચાર્ય શિક્ષકો સાથે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ બહેનો જોડાઈ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)