માંગરોળ ખાતે એક અનોખા ભક્તિ સંગીત ના “હાલો હરી ને દેશ” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢ જિલ્લાના માંગરોળ સ્થીત સુજ્તન સદભાવ સરસ્વતી ખાતે સાંજે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર અને સપ્તક સંગીત વિદ્યાલય, જૂનાગઢ આયોજિત તથા મલ્હાર સંગીત વિદ્યાલય, માંગરોળના ઉપક્રમે ભક્તિ સંગીત ના એક અનોખા કાર્યક્રમ “હાલો હરી ને દેશ” કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન થયું,
કાર્યક્રમમાં ગુજરાતના નામાંકીત કલાકારો વિપુલ ત્રિવેદી તેમજ નીરૂબેન દવે સહીત કલાકારોએ ભક્તિ સભર રચનાઓ ની ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરી પ્રેક્ષકો ને મંત્રમુગ્ધ કર્યાં હતાં ,તેમની સાથે લોક સાહિત્યકાર રાજુ ભટ્ટ એ પોતાની આગવી શૈલીથી પ્રેક્ષકોને મંત્ર મુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં મલ્હાર સંગીત વિદ્યાલયના કલાગુરુ સુનિલ કાચા તેમજ તેમના વિદ્યાર્થીઓએ પણ ભક્તિ સભર રચનાઓ દ્વારા સંગીત રસિકો નો સુંદર પ્રતિભાવ જીલ્યો હતો, કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના ની પ્રસ્તુતિ કરવામાં આવી, કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક રમેશ જોષી દ્વારા કરવામાં આવ્યું. સમારોહ નું દીપ પ્રાગટ્ય અતિથિ વિશેષ વેલજીભાઈ મસાણી,માનસિંગ ભાઈ ડોડીયા,લીનેશભાઈ સોમૈયા તેમજ રાજેશ્વરી બેન મહેતા ના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સર્વે સંગીત રસીકોએ શાસ્ત્રીય સંગીતની આહલાદકતા નો હૃદય સ્પર્શી અનુભવ કર્યો ,સપ્તક સંગીત વિદ્યાલય અને મલ્હાર સંગીત વિદ્યાલય તેમજ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરી માંગરોળ ની કલા પ્રેમી જનતા ને ભાવવિભોર કરી આપ્યા.
અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)