ગુજરાત સરકારના રમતગમત વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા શાળાકીય રમતોત્સવ ૨૦૨૫-૨૬નું આયોજન હાથ ધરાયું છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાલુકા કક્ષાની રમતો યોજાઈ રહી છે.
આ અનુસંધાનમાં માંગરોળ તાલુકામાં સનસાઇન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં કુલ ૪૮ ટીમોએ ભાગ લઈ ઉત્સાહભેર પોતાનું પ્રદર્શન આપ્યું હતું.
વિભાગવાર વિજેતા બનેલી ટીમો નીચે મુજબ છે:
અંડર-૧૪ બહેનો: જેતખમ પ્રાથમિક શાળા
અંડર-૧૭ બહેનો: સુનિધિ સદભાવ કન્યા વિનય મંદિર
અંડર-૧૯ બહેનો: સુનિધિ સદભાવ કન્યા વિનય મંદિર
અંડર-૧૪ ભાઈઓ: સોપાન પ્રાથમિક શાળા
અંડર-૧૭ ભાઈઓ: એન.બી. શેખ હાઈસ્કૂલ
અંડર-૧૯ ભાઈઓ: વિવેકાનંદ વિનય મંદિર
આ તમામ વિજેતા ટીમો હવે આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં પોતાનું પ્રતિનિધિત્વ કરશે.
આ કાર્યક્રમમાં બીઆરસી નરેન્દ્રસિંહ ચુડાસમા, એસવીએસ કન્વીનર નયનભાઈ ભટ્ટ, તેમજ શાળાના ટ્રસ્ટી મુફતી ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ વિષયમાં વધુ માહિતી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા યાદી મારફતે આપવામાં આવી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ