માંગરોળ ખાતે સમસ્ત કોળી સમાજ આયોજિત નવરાત્રી રાસોત્સવ 2024નુ ભવ્ય આયોજન.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરની દશાશ્રી વાડીમાં સમસ્ત કોળી સમાજ માંગરોળ માળીયા કેશોદ ચોરવાડ માધવપુર આયોજીત નવરાત્રી રાસોત્સવ 2024 નુ શાનદાર આયોજન કરાયુ છે

માં શક્તિ ના આરાધનાનું મહાપર્વ આજથી પ્રારંભ થતા પ્રથમ દિવસે કોળી સમાજના અગ્રણીઓ આયોજકો ખેલૈયાઓ સાથે વિષેશ ઉપસ્થિત માંગરોળ-માળીયાના લોકપ્રિય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, ભાજપના રાષ્ટ્રીય બક્ષીપંચ ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, વિશ્વ હિન્દુપરિષદના આગેવાન વિનુભાઈ મેસવાણીયા.વિશ્વ હિન્દુપરિષદ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી , પત્રકાર સંઘ પ્રમુખ જીતુભાઈ પરમાર તેમજ રાજકીય સામાજિક આગેવાનો મહેમાનો, પત્રકારોમિત્રો હસ્તે સમુહ મહાઆરતી, આતશબાજી તેમજ રાષ્ટ્રગાન સાથે ગ્રાઉન્ડ ખુલ્લુ મુકાતા જુનિયર તથા સિનિયર ખેલૈયાઓએ રાસગરબાની રમઝટ બોલાવી નવરાત્રી પર્વ ની શરુઆત કરાઈ હતી.

ભકિત દ્વારા શક્તિ અને આત્મવિશ્વાસ મેળવવાનુ પર્વ એટલે નવરાત્રી મહોત્સવ જ્યાં સંસ્કાર સંસ્કૃતિની ભાતીગળ કળાને કોળી સમાજ એક મંચ ઉપર સાથે આવી કોળી કળાની પ્રતિભા ને ઉજાગર કરવાના આશયેથી કરેલ આ રાસોત્સવમાં આસપાસના ગામોના મોટી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ બહોનો યુવા ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઇ દસ દિવસ ગરબાની રમઝટ બોલાવતા માતાજીની આરધના કરશે

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)