જુનાગઢ
દિવાળી તહેવાર ને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માંગરોળ શહેરમાં ગોપાલ કૃષ્ણ ગૌશાળા દ્વારા ગૌશાળાના લાભાર્થે રાહત દરે ફટાકડા વેચાણ લીમડા ચોક નજીક મુરલીધર વાડી ખાતે શરુ કરાયુ જેનુ ઉદ્ગાટન જુનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમાં અને નગર શ્રેષ્ઠી મેરામણભાઈ યાદવના હસ્તે રીબીન કાપી ફટાકડા વેંચાણ મોલ ખુલ્લુ મુકાયુ હતુ.
માંગરોળ શહેર અને તાલુકાની જનતાને તદન નવી વેરાઈટીમાં અલગ અલગ ફટાકડા વ્યાજબી ભાવે એક જ સ્થાને મળી રહે તે માટે વિશાળ રેન્જમાં ફટાકડા વેંચાણ મોલ શરુ થતા મોટી સંખ્યામાં લોકો આ લાભ લેવા ઉમટી પડ્યા હતા
ગોપાલ કૃષ્ણ ગૌશાળા દ્વારા રાહત દરે ફટાકડા વેચાણનુ આયોજન કરાયુ છે અને તેમાથી જે આવક થાય તે ગૌશાળામાં ગાયોની સેવા અને સારવાર અર્થે વાપરવામાં આવશે તેમાટે ગૌશાળાના પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, પરેશભાઈ જોષી સહિત ટ્રસ્ટીઓ અને શહેરના સેવાભાવી લોકો પણ નિસ્વાર્થ ભાવે આ કાર્યમાં જોડાયા છે.આ ફટાકડા મોલના ઉદ્ગાટન અવસરે ભાજપ આગેવાન રાજકીય સામાજિક અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)