ફુડ ફેસ્ટિવલ, મહેંદી, બ્યુટી પાર્લર મેકઅપ હેરસ્ટાઇલ જેવી અલગ-અલગ પ્રવૃતિઓ સાથે કાર્યક્રમો યોજાયાજુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરની ટાવર પે સેન્ટર શાળામાં “૧૦ બેગ લેસ ડે” ની ઊજવણી અંતર્ગત વિવિધ પ્રવૃતિઓની તાલીમ સાથે કાર્યક્રમો યોજાયા હતા. બાળકોમાં સ્કીલ ડેવલપમેન્ટ થાય અને ભવિષ્યમાં પોતાની રીતે સ્વરોજગારી મેળવી શકે તે માટે બાળાઓને મહેંદી પ્રેક્ટિસ, બ્યુટી પાર્લર મેકઅપ હેરસ્ટાઇલ પ્રેક્ટિસ જેવી પ્રવૃતિઓ કરાઈ તેમજ આજરોજ શાળા ખાતે ફૂડ ફેસ્ટિવલ ના કાર્યક્રમનું પણ આયોજન કરાયુ જે કાર્યક્રમ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નંદાણીયા સાહેબ, ટાવર શાળાના આચાર્ય ઉમેશભાઈ પરમાર, શિક્ષક આનંદભાઈ ચાવડા, મીનાક્ષીબેન લીંબોલા વગેરે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના ૨૦૦ જેટલા બાળકોએ લાભ લીધો હતો.
રાજ્ય સરકારની શિક્ષણનીતીમાં ધોરણ ૬ થી ૮ના બાળકો માટેદસ દિવસ બેગલેસ અભ્યાસ પણ કરાય છે જેમાં વિધાર્થીઓ દસ દિવસ પોતાના બેગ લીધા વગર સ્કુલે આવે અને આ દસ દિવસ દરમિયાન બાળકોને અલગ-અલગ વ્યવસાયિક વિષયોની પ્રેક્ટિસ તાલીમ મળે અને વિદ્યાર્થીઓ મનોરંજન સ્થિતિમાં વિવિધ પ્રવૃતિઓ તરફ ઉજાગર રહે અને ભવિષ્યમાં બાળકો પોતાની રીતે પગભર પણ થઈ શકે તેવા ઉદ્દેશ્ય સાથે શ્રી ટાવર પે સેન્ટર શાળા માંગરોળ ખાતે “૧૦ બેગલેસ ડે” અંતર્ગત જુદીજુદી પ્રવૃતિઓ સાથે કાર્યક્રમો યોજી ઉજવણી કરાઈ હતી.
અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)