માંગરોળ તાલુકાની 22 ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શરૂ

માંગરોળ, જુનાગઢ :
માંગરોળ તાલુકામાં આજે ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા સવારથી શરૂ કરવામાં આવી છે. માંગરોળ તાલુકામાં કુલ 22 ગ્રામ પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીમાં ઓલ ઓવર 72.40% મતદાન નોંધાયું હતું.

આજે પરિણામો જાહેર થવાના હોવાને કારણે માંગરોળના એમ.એન. કંપની કોલેજ ખાતે મતગણતરી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર મતગણતરી સ્થળે પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી શાંતિપૂર્ણ રીતે પ્રક્રિયા પૂર્ણ કરી શકાય.

માંગરોળ તાલુકાની તમામ 22 ગ્રામ પંચાયતના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. હાલ મતગણતરી તેજીથી ચાલી રહી છે અને મતગણતરી સ્થળે ચૂંટણી અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા પ્રક્રિયા નિયમ મુજબ પારદર્શક રીતે હાથ ધરાઈ રહી છે.

હાલમાં મતગણતરી સ્થળે અને આસપાસ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સ્થાનિક લોકો પોતપોતાના ગામના  પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અહેવાલ: પ્રકાશ લાલવાણી, માંગરોળ – જુનાગઢ