માંગરોળ
માંગરોળ તાલુકાનાં ગામોમાં જેવાંકે ભાટગામ.સુલતાનપુર. ગોરેજ.કરમદીચિગરીયા,ચંદવાણા. દરસાલી. નગીચાણા. કંકાસા.મેણેજ. રૂદલપુર માનખૈત્રા.આવા અનેક ગામોમાં માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નજીકના ગામોમાં કુદરતી પ્રક્રિયા મુજબ ખેડુતો ના જુના રસ્તાઓ જે ચોમાસામાં વરસાદી પાણીના નીકાલ તરીકે ઉંડા ગારી ઓ હતી એ પહેલેથી તેમા વરસાદી પાણી નદીઓમાંને હોંકરા માં જતું રહેતું વર્ષો પહેલાં એક પણ ખેડૂતોના ખેતર માં પાણી ભરાતું નહીં કે એક પણ ગામોમાં ના મકાનોમાં પાણી ઘુસી જતા નહીં આજે એમની સામે જે આ સમસ્યાઓ થી તમામ રસ્તાઓ ને ખેડૂતો ની માંગ સ્વીકારાઈ ને નોન પ્લાન માં રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે સારી બાબત છે સાથે સાથે વિટંબણાઓ નું નિર્માણ પણ આ જ રસ્તાઓ લગભગ (૧)મીટર થી લયને( ૨)બે બે. મીટર જે કુદરતી ગારીઓ હતી એમાં જે ચોમાસામાં વરસાદી પાણીના વહેણ કુદરતી જતા હતાં એ નોન પ્લાન ના રસ્તા ની સુવિધા ઉપલબ્ધ થતાં આ વરસાદી પાણીના પ્રવાહો આડા અવળા ફંટાઈ ગયા ને ફંટાઈ રહ્યા છે એમને કારણે વરસાદી પાણીઓ ગામોમાં ને સીમાડા ઓળંગીને સીમ વિસ્તારમાં અનેક ખેડૂતો ના ખેતરોમાં નૈવાના મોભે પાણી ચઢાવા લાગ્યા છે
જમીન ધોવાણ તથા અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે બીજું જે એ નોન પ્લાન ના રસ્તાઓ નવા ઉંચા બનતા તેમાંની આજુબાજુ પાકી દીવાલો પથ્થર ની પણ ધણાં અનેક વિસ્તારોમાં સધ્ધર ખેડૂતો એ કરી રોડની સાઈડમાં જાડી માટી પથ્થર નાં દિલાલ થી રોડ રસ્તા પર ની સાઈડો માં બનાવેલ પારા હોય ત્યારે કુદરતી પ્રક્રિયા ની ભેટ સમાન જે પાણી એક ખેડૂત ના ખેતરોમાં થી બીજા ખેડૂતો ના ખેતરમાં થયને આ જુના રસ્તા પર થી નીચાણવાળા વિસ્તારમાં વેકરા નદીઓ હોંકારા માં થી વરસાદી પાણી દરિયા માર્ગ જતું એ જવાના કુદરતી પ્રક્રિયા મુજબ ના પાણીના વહેણોમા ને પાકાં રસ્તાઓની સુવિધાઓ ના લાભો માટે ખેડૂતો ની માંગણી થયેથી રાજ્ય સરકારે ખુબ ગ્રાન્ટો ફાળવણી કરી ને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે એમની બીજી તરફ એક પાણીના નિકાલ હતાં એ સપાટી થી ટેકનીકલ રીતે ઉંચા બનતા આજે આ સમસ્યાનો સામનો કરવો પડે છે એકંદરે નાનાં મધ્યમ વર્ગના ખેડૂતોઓ નતો દિવાલ બનાવી શકે નતો પાણી ની ગટરો નવી બનાવી શકાય ? એટલે એકબીજા ખેડૂતો એકબીજા ના ખેતરમાં પાણીનો કુદરતી નીકાલ થતો નથી એટલે ખેડૂતો ના ખેતરોમાં પાણી ભરાઇ રહેલા જોવા મળે તેમનું બિયારણ ખાતર નાબૂદ થઇ જાય છે આજની સ્થિતિ સર્જાઈ હોય એવું લાગે છે એ આજે દશ વર્ષ પહેલાં આ સમસ્યાનો જન્મ થયો નહોતો આજે એજ ખેડૂતો પોતાના ખેતરોની વચ્ચે ના રોડ રસ્તા જે ઉંડા પાણીના વહેણ નિકાલ હતાં એ બુરી ઉંચા બનાવી ને આજે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે એમનાં કારણે નીચાણવાળા વિસ્તારમાં ના ગામોમાં જુના મકાનોમાં પાણી ઘુસી રહ્યા છે. આ સમસ્યાનો ઉકેલ હોયજ નહીં આજે નહીં તો કાલે સત્ય હંમેશા કડવું હોય છે ત્યારે આ સિસ્ટમ પર પત્રકારો પણ ફોક્સ કરવાની ક્ષમતા ધરાવતા નહીં હોય ? અથવા આ વરસાદી પાણીના નિકાલ કે તેમની કુદરતી પ્રક્રિયા સિસ્ટમ માટે એમને ખ્યાલ સુદ્ધાં પણ નહીં ? એમનાં કારણે આ પાણી ની સમસ્યાઓ ક્યાં કારણો સર ઉપલબ્ધ બની રહીં છે એ વિષય પર ફોક્સ કરવાની આવશ્યકતા હોય છે હોય ત્યારે આજે આ પાણી ના પ્રવાહો પાછળ નું સચોટ ઉપાય ને કારણો છું હોય છે
આ રસ્તા ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર મસમોટી જમીન ધરાવતા ખેડૂતો માટે કદાચ જમીનનાં વધતા લાભદાયક ભાવોના કારણે લાભ થશે બાકી નાના નાના ટુકડા ધરાવતા ખેડૂતો માટે ચોમાસું સિઝન પાક માં પાણી ભરાતા ખેડૂતો માટે ઉત્પાદન ધટી શકે એ નોંધનીય છે એટલે આ કુદરતી પ્રક્રિયા ની સિસ્ટમ ને અવરોધિત કરીને સુવિધા યુકત રસ્તાઓ પર વાત કરી તો આ સિસ્ટમ સિક્કા ની બન્ને બાજુ જોવા જયે તો એકને લાભ ને બીજા ને નુકસાનકર્તા સાબિત થાય છે પરંતુ આજે માનવ જીવન જીવવાની પ્રકિયા માં માણસ પોતાની વ્યક્તિગત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી શકશે પરંતુ કુદરતી પ્રક્રિયા સિસ્ટમ ખોરવાઇ જતા અનેક પ્રકારના સમસ્યાઓ આવી શકે ને આવતી રહેતી હોય છે.. જો ટેકનોલોજી ટેકનીક રીતે નીચે ની સપાટીએ દર વર્ષ ચોમાસું પુર્ણ થતું ખેડૂતો દ્વારા પોત પોતાના રસ્તા ઓ સમા ને માટી નાખીને સુધારો કરતા એ સિસ્ટમ સદંતર બંધ થતાં આજે સરકારી ગ્રાન્ટ પર ખેડૂતો નિર્ભર બની ને રસ્તા ની માંગ કરી રહ્યા છે ત્યારે આ જુના રસ્તાઓ પાણી ના કુદરતી નિકાલ સમા હતાં એ આ સમસ્યા બની રહીં હોય એવું લાગે છે.
અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ)