માંગરોળ તાલુકા દલિત સમાજ દ્વારા આયોજીત સાતમા સમૂહ લગ્નોત્સવ યોજાયા.

જૂનાગઢ:

૧૬ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા.

માંગરોળ તાલુકા દલિત સમાજ દ્વારા ૧૬ નવ દંપતિઓ સાથે સાતમા સમૂહ લગ્નોત્સવ નો ભવ્ય આયોજન કરાયુ હતુ જે સમુહ લગ્ન માંગરોળના હુસેનાબાદ ગામ નજીક આવેલ નોળી નદીના કાંઠે આવેલ સંગમ જીસીબી વાડી ખાતે રાખવામાં આવેલ હતા.

આ શુભ માંગલિક પ્રસંગે નવ દંપતિઓને આશિર્વાદ અને શુભેચ્છાઓ આપવા માંગરોળ માળીયા ના લોકપ્રિય ધારાસભ્ય ભાગવનજીભાઈ કરગઠીયા, કેશોદ માંગરોળ ધારાસભ્ય દેવાભાઈ માલમ, લોક સભા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા, તાલુકા પંચાયત ટીડીયો વી.આર.ઓડેદરા સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં દલિત સમાજ ના આગેવાનોની ઉપસ્થિતી રહી હતી.

આ પ્રસંગે સમાજના રીતી રિવાજ મુજબ ૧૬ નવ દંપતિ ને લગ્ન બંધનમાં બંધાયા હતા.
માંગરોળ તાલુકા દલીત સમાજ આયોજીત સમુહ લગ્નોત્સવમાં દાતાઓ ના સહયોગ થી દીકરીઓ ને કરિયાવર આપવામાં આવેલ.
ઉધાર હાથે દાન આપનાર દાતાઓનુ અને સમુહલગ્ન મહોત્સવને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ લોકોનુ પ્રમુખ જયંતભાઈ ચાનપા, મનીષ ભાઈ ગોહેલ સહિતના આગેવાનો અને કમિટી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)