માંગરોળ નગરપાલિકામાં સફાઇ કર્મચારીઓની હડતાળ દરમિયાન શહેરમાં રેલી યોજાઇ.

જુનાગઢ

માંગરોળ નગરપાલિકામાં સફાઈ કામદારો છેલ્લા બાર દિવસથી પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇને હડતાળ ઉપર ઉતર્યા છે પરંતુ તેમની માગણીનો હજુ કોઇપણ નિવેડો નહીં આવતા આખરે સફાઈ કામદારો દ્વારા માંગરોળ શહેરમાં રેલી યોજવામાં આવી હતી અને હજુપણ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

હમારી માંગે પુરી કરો_નગરપાલિકા હાય હાય ના નારા લગાવ્યા.

માંગરોળ નગરપાલિકામાં સફાઈ કામદારોનાં પગાર સહીતની વિવિધ માંગણીઓના પ્રશ્ને કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા સફાઈ કામદારો હડતાળ ઉપર ઉતર્યા છે અને નગર પાલીકાના કમ્પાઉન્ડ માં બેસી હડતાલ કરી રહ્યા છે પરંતુ આ સફાઇ કામદારોના પ્રશ્નોને કોઈ ધ્યાને નહી લેવાતા આખરે આજે બારમા દિવસે સફાઈ કામદારો દ્વારા નગરપાલિકા કચેરી થી શહેરમાં રેલી કાઢવામાં આવી હતી જે રેલી દરમિયાન હમારી માંગે પુરી કરો નગરપાલિકા હાય હાય ચિફ ઓફિસર હાય હાયના નારા લગાવ્યા અને આ માંગણીઓ વહેલી તકે નહી સંતોષાય તો આવનારા દિવસોમાં રસ્તા રોકો આંદોલન સહીતના ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)