માંગરોળ નગર પાલિકા સફાઈ કામદારોએ વિવિધ માંગણીઓને લઇ નેશનલ હાઈવે કર્યો ચક્કાજામ.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલિકામાં છેલ્લા ૧૮ દિવસથી સફાઈ કામદારોનાં પગાર સહીતની વિવિધ માંગણીઓના પ્રશ્ને કોન્ટ્રાક્ટ બેજના સફાઈ કામદારો હડતાળ ઉપર ઉતર્યા છે પરંતુ આ સફાઇ કામદારોના પ્રશ્નોનુ કોઈ નિવેડો નહી આવતા આખરે આજરોજ મોટી સંખ્યામા સફાઇ કામદારો દ્વારા નગરપાલિકા કચેરી થી રેલી કાઢી કેશોદ ચોકડીએ સોમનાથ દ્રારકા નેશનલ હાઈવે ચક્કાજામ કરાયો હતો.

કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવા અને પગાર કરવા ની માંગ સાથે સફાઈ કામદારો રસ્તે ઉતરતા સોમનાથ દ્રારકા નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હતો.

હમારી માંગે પુરી કરો નગરપાલિકા હાય હાય ચિફ ઓફિસર હાય હાયના નારાઓ સાથે સફાઈ કામદારો હાઇવે રસ્તા પર બેસી જતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.આ સફાઈ કામદારોની હડતાલ ના કારણે માંગરોળ મા ચારેબાજુ ગંદકીના ગંજ ખડકાયા છે અને વરસાદ ના કારણે દુર્ગંધ મારે છે તેથી મચ્છર નો ઉપદ્રવ વઘવાથી લોકોમા બીમારીઓ નો ભય ફેલાઈ રહ્યો છે. છતા તંત્ર ના પેટનુ પાણી પણ હલતુ નથી કોઈપણ પક્ષના રાજકીય આગેવાનો હજુ સુઘી આ છાવણીની મુલાકાત લેવાની તસ્દી લીઘી નથી તેવુ પણ જાણવા મળેલ છે

અઠ્ઠાર અઠ્ઠાર દિવસથી હડતાળ પર હોવા છ્તાં ચીફ કે વહીવટદાર દ્રારા મુલાકાત ના લેતા સફાઈ કામદારો વિફર્યા,

ત્યારે આજરોજ સફાઈ કામદારોએ રસ્તા રોકો આંદોલન ને લઈ કેશોદ ચોકડી, સોમનાથ નેશનલ હાઇવે પર ચક્કાજામ કરાતા સીપીઆઈ મંઘરા પીએસઆઇ રવીશંકર ડામોર પોલીસ કાફલા સાથે કેશોદ ચોકડીએ પહોચ્યા હતા અને સફાઈ કામદારોને સમજાવટ કરી હાલ તો રસ્તો શરુ કરાવ્યો છે પરંતુ સફાઇ કર્મચારીઓની આ માંગણીઓ વહેલી તકે નહી સંતોષાય તો આ આંદોલન હજુ ઉગ્ર આંદોલન બનાવવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવીછે.

ચક્કાજામ થતાં સીપીઆઈ મંઘરા અને પી એસ આઈ ડામોર સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, સફાઈ કામદારોને સમજાવટ કરાઈ.

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)