માંગરોળ પીએસઆઇ રવિશંકર ડામોર ની બદલી થતા સ્ટાફ દ્વારા ભાવભર્યુ વિદાયમાન અપાયુ.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ રવિશંકર ડામોર સાહેબની જુનાગઢ ખાતે બદલી થતા પોલીસ સ્ટાફ દ્વારા ભાવભરી વિદાય અપાઈ હતી તો નવનિયુક્ત પીએસઆઇ એમ.વી રાઠોડ સાહેબે પોલીસ સ્ટેશન નો ચાર્જ સંભાળતા તેમને આવકાર્યા હતા.

આ પ્રસંગે પોલીસ સ્ટેશનના સ્ટાફ કર્મચારીઓ દ્વારા પીએસઆઇ રવિશંકર ડામોરને પુષ્પગુચ્છ શાલ મોમેન્ટ આપી તેવો ની કામગીરી ને બિરદાવતા ફુલો ની વર્ષા કરી ભાવભર્યુ વિદાય માન આપવામાં આવ્યુ હતુ

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)