જુનાગઢ
જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ખાતે શ્રી મહાવીર મચ્છીમાર સહકારી મંડળી તેમજ NETFISH-MPEDA ના સંયુક્ત ઉપક્રમે ” ૮ જુન વિશ્વ મહાસાગર દિવસ ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ.
“અમારો મહાસાગર – અમારી જવાબદારી” ના સુત્ર સાથે કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.
આ ઉજવણી નો મુખ્ય ઉદેશ લોકો ને સાગર નું મહત્વ અને ભવિષ્ય માં આવનારી સમસ્યાઓ થી વાકેફ કરવાનું હતુ. પર્યાવરણ સમતુલા મા પણ મહાસાગરની મહત્વપૂર્ણ ભુમીકા રહી હોય અનેક માછીમારો સહીત લોકોને રોજીરોટી પુરી પાડતા દરિયા દેવ ના મહત્વ ને સમજવા અનુરોધ કરાયો હતો. મહાસાગર મા આવી પડતી સમસ્યાઓ મા મોટાભાગની માનવસર્જીત છે સાથે સમુદ્રિ સંસાધનો નો આડેધડ ઉપયોગ, પ્રદુષણ અને સમુદ્રો મા રહેલ પ્લાસ્ટિક એ મુખ્ય સમસ્યા છે જેથી સમય રહેતા કુદરતી સંસાધનો પ્રત્યે જાગૃત બની સમુદ્ર ને બચાવવો જરુરી છે. કુદરત પોતાનુ રોદ્ર સ્વરૂપ લે પહેલા આપણે મહાસાગર ને આપણી જવાબદારી સમજી લઈએ તે જરુરી છે તેવુ ઉપસ્થિત આગેવાનો દ્વારા અલગ અલગ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમ મા માંગરોળ ખારવા સમાજના પટેલ પરસોતમભાઈ ખોરાવા, શ્રી મહાવીર મચ્છીમાર સહકારી મંડળીના પ્રમુખ દામોદરભાઈ ચામુડિયા. રાષ્ટ્રીય બંક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી , બોટ એશોસીએસન ના પ્રમુખ ખીમજીભાઈ પરમાર, શ્રી દરિયાલાલ હોડી એશોસીએસન ના પ્રમુખ જીતેશભાઈ ખોરાવા , NETFISH-MPEDA ના SCO જીજ્ઞેશભાઈ વિસાવડીયા સહિત બહોળી સંખ્યામાં સાગરખેડુઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
અહેવાલ :- પ્રકાશ લાલવાણી માંગરોળ (જુનાગઢ)