માંગરોળ બંદર પર વારંવાર લાઇટના ધાંધીયાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી પીજીવીસીએલ કચેરીએ દોડી આવ્યા.

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદર પર અવારજવાર વીજ ધાંધીયા,પાવર વધઘટ થી સ્થાનિકોને પડતી મુશ્કેલીઓ અને ગતબીલ કરતા ડબલ ગણો વધારે લાઇટ બીલ આવતા તે બાબતે બહોળી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બહેનો યુવાનો અને આગેવાનો સાથે માંગરોળ ખારવા સમાજ, સાગર ખેડુ મત્યોદ્યોગ સેવા સહકારી મંડળી, રચનાત્મક સર્જનાત્મક શૈક્ષણિક સમિતિ, સાગરખેડુ હિત રક્ષક દળ,હિન્દુ યુવા સંગઠન સહિત સંગઠનો સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા માંગરોળ પીજીવીસીએલ કચેરી ખાતે કાર્યપાલક ઇજનેરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરાઈ હતી અને ત્યારબાદ મામલતદાર કચેરીએ અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાને પણ લેખીત મૌખીક રજુઆત કરાઈ

પીજીવીસીએલ હાય હાય, હમારી માંગે પુરી કરોના નારા લગાવ્યા..

સ્થાનિકોનુ કહેવુ છે કે બંદર પર અવારનવાર લાઇટ નુ કાપ અને વારંવાર પાવર વધઘટ થવાનાં ધાંધીયાના કારણે ટીવી ફ્રીઝ જેવા અનેકો ઇલેકટ્રોનીક ઉપકરણોમાં ભારે નુકસાની વેઠવી પડીછે એમાંય આ વખતે તો બંદરના સ્થાનિકોના લાઇટ બીલમાં પણ ગતબીલ કરતા ડબલ ગણો વધારે આવેલ હોય જેની પણ તાત્કાલિક તપાસ થાય અને વહેલી તકે આ તમામ સમસ્યાઓનો રજુઆત કરાઈ છે અને જો આ બાબતે સંતોષકારક નિરાકરણ નહી આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચિમીકી આપવામાં આવી છે

માંગરોળ પંથકમાં ઘણા સમયથી લોકો વિજ ધાંધીયાથી પરેશાન થઈ રહ્યા છે ગમેત્યારે વિજકાપ સહીતની સમસ્યાઓ જ્યારે બીજીતરફ વિજ કચેરીમાં લોકોનો ફોનપણ ઉપાડાતો નથી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં વિજ તંત્રમાં કોઈ સુધારો નથી તેવી લોકોમાં ચર્ચાએ છે ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગો ઉઠી છે

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)