માંગરોળ બકરી ઇદ ના તહેવાર ની ભવ્ય ઉજવણી કરાઈ

જૂનાગઢ
તા.૧૭/૦૬/૨૦૨૪ ના મુસ્લિમ બિરાદરોના બકરી ઇદના ધાર્મિક તહેવાર સબબ માંગરોળ શહેર ખાતેના મુસ્લિમોના ઐતિહાસિક આસ્થાના સ્થળ બડીમેડીથી જહાનીયા પીરની દરગાહ સુધી ઇલમ-રોજા તથા તેઓના ધર્મગુરુ સાથેનું ઝુલુસ નીકળેલ જે ઝુલુસ દરમ્યાન જૂનાગઢ જીલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ. તેમજ જીલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ડી.વી.કોડીયાતર સાહેબ તથા જીલ્લાના પોલીસ અધીકારીશ્રીઓ દ્વારા ઐતિહાસિક આસ્થાના સ્થળ બડીમેડીની મુલાકાત લેવામાં આવેલ અને આ સ્થળે રહેલ ઐતિહાસિક વસ્તુઓ નિહાળેલ અને મુસ્લિમોના ધર્મગુરૂ સાથે સંવાદ કરવામાં આવેલ હતો .

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)