માંગરોળ માત્રી મંદિરના પટાંગણમાં મ્યુઝિયમ ઓર્કેસ્ટ્રા સાથે ગોળા રાસનો અનોખો ભવ્ય કાર્યક્રમ યોજાયો..

જૂનાગઢ

માંગરોળ માત્રીમાં યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવ ની ઉજવણી દરમિયાન મ્યુઝિયમ પ્રોગ્રામ સાથે ગોળા રાસનો અનોખો આયોજન કરાતા હજારો લોકો ઉમટ્યા.

જુનાગઢ જિલ્લાના માંગરોળ શ્રી માત્રીમાં યુવક મંડળના પ્રમુખ ભગીરથસિંહ ચુડાસમાં અને તેમની ટીમ દ્વારા દર વર્ષ ની આ વર્ષે પણ ગણપતિ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં શ્રીજીની સવાર સાંજ મહાઆરતી સાથે દરરોજ અલગ અલગ ધાર્મીક સાંસ્કૃતિક કાર્યક્રમો નુ પણ આયોજન કરાય છે જે દરમિયાન આજે મહોત્સવ ના પાંચમા દિવસે પ્રાચીન માત્રી મંદિરના પટાંગણ માં મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સાથે પાણી ભરેલ ગોળા રાસનુ અનોખા કાર્યક્રમનો ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ જે કાર્યક્રમમાં માંગરોળ શહેરના નવનિયુક્ત પીઆઇ દેસાઈ સાહેબ, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, મેણેજ સરપંચ દિલીપસિંહ, વિશ્વ હિન્દુપરિષદના આગેવાન વિનુભાઈ મેસવાણીયા.વિશ્વ હિન્દુપરિષદ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી પત્રકાર સંઘ પ્રમુખ જીતુભાઈ પરમાર સહીત અને સામાજિક રાજકીય ધાર્મીક સંસ્થાઓ ના અગ્રણીઓ, ડોક્ટરો વેપારીઓ પત્રકારો મિત્રો તેમજ માંગરોળ સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમ નિહાળવા ઉમટી પડ્યા હતા.

સમગ્ર આયોજન ને સફળ બનાવવા માત્રીમાં યુવક મંડળ ના પ્રમુખ સહીત તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી તેમજ કાર્યક્રમ નો સુંદર સંચાલન જાણીતા ઉદધોશક રમેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)