👉 માંગરોળ, તા. ૧૩:
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા અને શહેરમાં હોલીકા દહનનો પર્વ પરંપરાગત ધામધૂમથી ઉજવાયો હતો.
➡️ હોલીકા દહનના મુખ્ય સ્થળો:
📍 લાલજી મંદિર ચોક
📍 કોળી વાડા
📍 માત્રી વિસ્તાર
📍 શિરાજ રોડ
📍 બંદર વિસ્તાર
🔸 પરંપરાગત રીતે શાસ્ત્રોક્ત વિધિથી હોલીકા પ્રગટાવવામાં આવી હતી.
🔸 મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો દશઁન માટે ઉમટી પડ્યા હતા.
🔸 શ્રદ્ધાળુઓએ શ્રીફળ, ઘાણી, દારીયા, ખજૂર અને પતાશા સહિતના દ્રવ્યો અર્પણ કરી જળ પ્રદક્ષિણા કરી.
➡️ ખાસ આકર્ષણ:
👶 નાના બાળકની પ્રથમ હોળી:
- પરિવારજનો દ્વારા વાજતે-ગાજતે ફટાકડા ફોડીને હોળીનું પર્વ ઉજવાયું.
- નાના બાળકને હોલીની પરિક્રમા કરાવી શુભ આશિર્વાદ લીધા.
💑 નવદંપતિઓની હાજરી:
- હોળી પ્રગટાવા માટે નવદંપતિઓએ પ્રદક્ષિણા કરી અને પૂજા-આર્ચના કરી.
- લોકોએ રંગો અને હર્ષ-ઉલ્લાસ સાથે પર્વની ભવ્ય ઉજવણી કરી.
🎉 ધૂળેટીની ભવ્ય ઉજવણીની તૈયારી શરૂ
- હોલીકા દહન બાદ રંગોત્સવ માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.
- ધૂળેટી પર્વ પર લોકો રંગ-ગુલાલ સાથે એકબીજાને અભિનંદન આપશે.
📍 અહેવાલ: પ્રકાશ લાલવાણી, માંગરોળ – જૂનાગઢ