માંગરોળ શહેરમાં પ્રથમ એક ઇંચ જેટલા વરસાદમાં જ જાહેર ચોકમાં પાણી ભરાતા પ્રિમોનસુન ની પોલ ખુલી.

જુનાગઢ

માંગરોળ પંથકમાં છેલ્લા ઘણાં સમયથી જેની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા તેવા મેઘરાજાએ આજે બપોરે ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી કરતા લોકો સહીત ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. તો બીજીતરફ પ્રથમ એક ઇંચ જેટલા વરસાદ માંજ માંગરોળ શહેરના મુખ્ય જુના બસસ્ટેન્ડ ચોકમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓ ને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો.

શહેરમા સામાન્ય વરસાદ થતાજ જાહેર જુના બસસ્ટેન્ડ ચોક બંદર જાપા બહારકોટ જેવા નિચાણ વાળા વિસ્તારોમાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા ઉભી થાયછે અને સ્થાનિકો વિધ્યાર્થીઓ સહિત વાહનચાલકોને પણ ત્યાથી પસાર થવા મુશ્કેલીઓ વેઠવી પડે છે
ત્યારે વધુ વરસાદ થાય તે પહેલા પાણી નિકાલ ના રસ્તાઓની સફાઈ કરવા સહિત ની કામગીરીઓ કરી જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે કાયમી ઉકેલ કાઢવા લોકો માંગ કરી રહ્યા છે

અહેવાલ:- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)