માંગરોળ સિંધી સમાજ દ્વારા શ્રીગુરુનાનકજી પ્રકાશપર્વની ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરાઈ.

પાલખી સાથે પ્રભાતફેરી સત્સંગ કિર્તન પાઠ મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાયા. જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં શ્રીગુરુનાનક સાહેબના ૫૫૫માં પ્રકાશપર્વની સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ જેમા છેલ્લા આઠ દિવસથી દરરોજ પ્રભાતવેલે સમસ્ત સિંધી સમાજ મહિલા મંડળના પ્રમુખ લક્ષ્મીબેન કોટક, જીયાબેન લાલવણી અને સમગ્ર મંડળની બહેનો દ્વારા કાર્તકસુદ મહીના તેમજ ગુરુનાનકજીના આગમન દિવસોની ઉજવણી કરાયા બાદ આજેવહેલી સવારે ઝુલેલાલ મંદિર ખાતે સત્સંગ કથા મહાઆરતી કરી ફુલોથી સજાવેલી સુંદર પાલખી સાથે મોટી સંખ્યામાં સિંધી સમાજ ના ભાઈઓ બહેનો દ્વારા પ્રભાત ફેરી મુખ્ય બજારમાથી કાઢવામાં આવતા સતનામ વાહેગુરુના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતુ ત્યારબાદ સાંજે લોહાણા મહાજન વાડી ખાતે સત્સંગ કિર્તન સુખમણી સાહેબ પાઠ અરદાસ મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો તેમજ રાત્રે નાના બાળકોના હસ્તે કેક કાપી આતશબાજી નુ શાનદાર આયોજન કરાયુ હતુ.

 

 

સમગ્ર ઉજવણીને સફળ બનાવવા માંગરોળ સિંધી સમાજના પ્રમુખ નાનકરામ સોમૈયા, ઉપપ્રમુખ અશોકભાઈ ક્રિષ્નાણી, સમસ્ત સિંધી નવયુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી સહીત આગેવાનો દ્વારા સુંદર આયોજનમાં માંગરોળ સમસ્ત સિંધી સમાજના તમામ પરિવારોના ભાઈઓ બહેનો વડીલો સાથે જોડાઈ ગુરુનાનકજી પ્રકાશ પર્વની હર્ષોઉલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી.

 

અહેવાલ: પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)