જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં આવેલ સ્વામી વિવેકાનંદ ઇંગલિશ મીડિયમ સ્કૂલ દ્વારા આનંદ મેળાનું સુંદર આયોજન કરવામાં આવયુ. સ્કુલના બાળકો ની કળા અને કૌશલ્યમાં વૃધ્ધિ થાય તેને લઈ દર વર્ષે આનંદ મેળાનુ સુંદર આયોજન કરાય છે જેમા સ્કુલના પ્રિન્સિપાલ તૃપ્તિબેન પવન તેમજ રેહાનાબેન તન્હા કાઝી સહીત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિઘાર્થીઓ તેમજ વિઘાર્થીનીઓ દ્વારા જાતે બનાવેલ ફુડસ્ટોલ, ગેમઝોન, જંગલથીમ ફાઉટેનશો જેવા અલગ-અલગ સ્ટોલોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ નાના બાળકોએ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજુ કર્યા હતા.
આ અવસરે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈકરગઠિયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, ડોક્ટર આઇજી પુરોહિત સહીત રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને મહેમાનોએ પણ ખાસ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા
અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)