માંગરોળ 108 ની ટીમ દ્વારા જીવન બચાવવાની કામગીરી સાથે પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.

જૂનાગઢ

આજ રોજ માંગરોળ તાલુકાના રહિજ ગામ નજીક આવેલ કલ્યાણધામ પાસે એક ફોર વ્હીલ કાર નો અકસ્માત થયેલ જેની જાણ માંગરોળ 108 ની ટીમ ને થતાં જ ફરજ પર હાજર ડો પારસ અને પાઇલોટ હુસેનભાઇ તુરંત સ્થળ પર જવા નીકળી ગયેલ ત્યાં પોહચતાં ની સાથેજ જોતા એક અકસ્માત થયેલ જેમાં રહેલ એક વ્યક્તિ ને ગંભીર ઇજા પોહચેલ અને દર્દી બેભાન અવસ્થા માં જોવા મળતા ની સાથેજ 108 ની ટીમે પોતાને મળેલી ટ્રેનિંગ અનુસાર દર્દી ને યોગ્ય સાધન ની મદદ થી રેસ્કયું કરેલ અને એમ્યુલેન્સ માં પ્રાથમિક સારવાર આપવાની ચાલુ કરી હતી તે દરમિયાન દર્દી પાસેથી અંદાજિત રોકડ રકમ 70000 તેમજ પાકીટ અને એક મોબાઈલ ફોન પણ મળી આવેલ અને સમય નાં બગડતા દર્દીને પ્રાથમિક સારવાર સહિત તુરંત જ નજીક ની સરકારી હોસ્પિટલ માંગરોળ ખાતે લઇ ગયેલ તથા દર્દી ના સગા ને બનાવની જાણ કરી અને ત્યાં બોલાવેલ અને દર્દી ના સગા ની પૂરતી ઓળખ કરી સરકારી હોસ્પિટલ ના સ્ટાફ તેમજ પોલીસ ની હાજરી માં 70 હજાર રૂપિયા જેટલી રોકડ રકમ પાકીટ અને મોબાઈલ તેમના સગા ને સોંપવામાં આવ્યા હતા આ રીતે માંગરોળ 108 ની ટીમે પોતાની પ્રમાણિકતા નું આગવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું જે જોઈને દર્દી ના સગા અને હાજર સ્ટાફ પોલીસ અને લોકો એ 108 ની ટીમ ને બિરદાવી હતી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

એહવાલ:- જગદીશ યાદવ (જૂનાગઢ)