જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં રાજમોતી મોલમાં આવેલ SBI બેન્ક લીમડાચોક શાખાના 50 વર્ષ પુર્ણ થતા બ્રાન્ચ મેનેજર ઝહીર અહેમદ સાથે બેન્કના સ્ટાફ દ્વારા ઉજવણી અંતર્ગત કાર્યક્રમનો આયોજન કરાયો ખાસ તો SBI લીમડાચોક શાખામાં ગ્રાહકોને સારી સુવિધાઓ મળી શકે તેમાટે થઈ વ્યવસ્થામાં વધારો કરવા હાલમાંજ બિલ્ડીંગનુ રીનોવેશન કરાયોછે જેનુ ઉદ્ગાટન પણ આ પ્રસંગે ઉપસ્થિત વેરાવળ બેંકના એ.જી.એમ. સુધીરકુમાર શર્મા ના હસ્તે રીબીન કાપી અને બેન્ક સાથે પચાસ વર્ષથી જોડાયેલા જુના ખાતેદારોના સન્માન સાથે કાર્યક્રમની શરુઆત કરાઈ.આ કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરના પ્રતિષ્ઠ લોકો, બેન્કના ખાતેદારો વેપારીઓને બેન્કની દરેક નાની મોટી સેવાઓ વિષે વિસ્તૃત જાણકારી અપવામાં આવતા ગ્રાહકોએ પણ બેન્કની કામગીરી બિરદાવી અને હાલના બેન્ક સ્ટાફની પ્રસંશા કરાઈ હતી.કાર્યક્રમના અંતે બેન્કના 50માં વર્ષનું કેક કાપી ઉજવણી કરાઈ હતી.
અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)