માં ભોમની રક્ષા કરતા દેશના જવાનો (ભાઇઓ) માટે મહારાણી ચીમનાબાઈ હાઇસ્કુલ વડોદરા તરફથી લે લદાખની વિવિધ પાચ બોડર પર રાખડીઓ મોકલાઇ.

વડોદરા

વડોદરા શહેરના સલાટ વાળા વિસ્તારમાં મહારાણી ચિમના બાઈ હાઇસ્કુલ ખાતે થી સતત ૧૦માં વર્ષે દેશની સરહદો પર ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં અને ગમે તે ઋતુઓમાં દેશની સુરક્ષા માટે અડીખમ ખડે પગે ફરજ બજાવતા અને માં ભારતીની રક્ષા કરતા વીર જવાનો માટે લદાખ સહિતની દેશની સરહદ ઉપર સુરક્ષા કરતા જવાન ભાઇઓ માટે રક્ષાબંધન પર્વના પૂર્વાર્ધમાં ભાઈ બહેનનો અતૂટ પ્રેમ કેવો હોય , મહિલાઓ પોતાના ભાઈ સમાન જવાનોની રક્ષા માટે રાખડીઓ મોકલીને અમારા વીરોઓની રક્ષા કરશો એવી પ્રભુને પ્રાર્થના કરીને રાખડીઓની પૂજા કરવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય, શિક્ષકો, અને વિદ્યાર્થીઓ એ રાખડીઓ ની ભારતીય સાંસ્કૃતિક પ્રમાણે પૂજા કરવામાં આવી હતી

આ શાળામાં બાળકો દ્વારા બનાવેલ વિવિધ જાત ભાતની રાખડીઓ કવર માં મુકવામાં આવી હતી અને આજે શાળામાં પ્રંગાણ માં કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કર્નલ વિનોદ કુમાર ફલનીકર ની ઉપસ્થિતિ માં આ સુંદર કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું હતું અને શાળા ના બાળકો દ્વારા બનાવેલ વિવિધ પ્રકારની રાખીએ ને લદાખ ની બોર્ડર પર મોકલવામાં આવી

અહેવાલ:- હર્ષ પટેલ (વડોદરા)