માણાવદર તાલુકા શાળાઓમાં સંયુક્ત નિયામકશ્રી ડૉ.સચીન પરીખની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ

માણાવદર તાલુકાની શાળાઓમાં સયુક્ત નિયામક (મહેકમ), કમિશ્નરશ્રી ટેકનીકલ શિક્ષણની કચેરી, કર્મયોગી ભવન, ગાંધીનગરના અધિકારી શ્રી ડૉ.સચીન પરીખની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.

કાર્યક્રમની શરુઆત દિપ પ્રાગટ્ય કરી બાળકોના પ્રાર્થના નૃત્યથી કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત મહેમાનોનુ બુક આપી સ્વાગત કર્યુ હતું. કાર્યક્રમને આગળ વધારતા ડૉ.સચીન પરીખે વેકરી પ્રા. શાળા અને વેકકરી સીમ શાળા તેમજ દેશીંગા પ્રા.શાળા અને શ્રી ક્રિસ્ટલ પ્રા.શાળા મરમઠ અને પ્રા. શાળાના બાલવાટીકાના ૫૨ અને ધો. 1 અને 9 ના ૭૦ એમ કુલ ૧૨૨ બાળકોનો વર્ગખંડ કીટ અને પુસ્તકો આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.

તેમજ વાર્ષિક પરીક્ષામાં આવ્વલ આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ત્યાર બાદ ડૉ.સચીન પરીખે પોતીનુ શાબ્દીક ઉદ્દબોધન કરતા કહ્યુ હતું કે સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અતી મહત્વનું પાસું છે, તેથા દરેક બાળકે શિક્ષણ મેળવવું જ જોઇએ. દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે બાલકોને શિક્ષીત કરવા ખુબ જ જરૂરી છે. શિક્ષણની સાથે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે રમત-ગમત, સંગીત વગેરેનું પણ જ્ઞાન આપવું જરૂરી. તેમજ દર શનિવારે કસરત યોગા કરાવવા પણ શાળાના શિક્ષકોને જણાવ્યું હતું

અંતમા વૃક્ષારોપણ દ્વારા કાર્યક્રમનું સમાપન કર્યુ હતું. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ કુમાર વાઘેલા, આઇ.સી.ડી.એસ. મુખ્ય સેવિકા જયાબેન, ગામના સરપંચ, શાળાના એસ.એમ.સી. સભ્યો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)