માતાજી પણ રંગાયા દેશભક્તિ ના રંગે,78મા સ્વતંત્રતા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે અંબાજી નુ ગબ્બર પર્વત પર આવેલું મંદિર ને તિરંગા થી સજાવટ કરાઈ.

અંબાજી

શક્તિ ભક્તિ અને આસ્થા નું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે ત્યારે માતાજી ના ધામે અંબાજીમાં દરરોજ હજારો ની સંખ્યામાં માઇભક્તો માતાજી ના દર્શનાર્થે આવતા હોય છે અને માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવતા હોય છે. આજે અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીના મંદિર ને તિરંગાથી શણગાર કરવામાં આવ્યો હતો.

આજે સમગ્ર દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ધૂમધામ થી 15 ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવી હતી. અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજી પણ દેશભક્તિના રંગે રંગાયા જોવા મળ્યા હતા. આજે 15 ઓગસ્ટ ની ઉજવણીના ભાગરૂપે ગબ્બર પર્વત પર આવેલા માતાજીના મંદિરને તિરંગા થી શણગાર કરવામાં આવ્યું હતું. તો મંદિર પરિસર અને મંદિર અને માતાજી ને તિરંગા થી સજાવટ કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. ગબ્બર પર્વત પર આવતા માઈ ભક્તો પણ માતાજી ના મંદિરની તિરંગા થી સજાવટ જોઈ આનંદિત થયા હતા.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (અંબાજી)