માન્ય ડીગ્રી વગર પ્રેકટીસ કરતા બોગસ ડોકટરને પકડી પાડતી એસ.ઓ.જી. ગીર સોમનાથ!

જુનાગઢ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા ,જુનાગઢ રેન્જ, જુનાગઢનાઓ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સાહેબ નાઓ ગીર સોમનાથ જીલ્લામાં અસામાજીક તત્વો તેમજ લોકોની જીંદગી સાથે ચેડા કરતા ઇસમો સામે સખત કાર્યવાહી કરવા કરેલ સુચના મુજબ,

ગીરસોમનાથ એસ.ઓ.જી. ઈ.પો.ઇન્સ. એનબી.ચૌહાણ તથા પો.સબ ઇન્સ. એન.એ.વાઘેલા નાઓના માર્ગદર્શન અનુસાર તા.૨૨/૦૨/૨૦૨૫ ના એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. ઇબ્રાહીમશા બી. બાનવા તથા પ્રતાપસિંહ એમ. ગોહીલ તથા પો.કોન્સ. રણજીતસિંહ એમ.ચવડા એ રીતેના પોલીસ સ્ટાફ સાથે કામગીરી સબબ નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન મળેલ સયુકત ખાનગી હકિકત આધારે મેડીકલ ઓફીસર ડો. વી.આર.દુમાતર નાઓને સાથે રાખી ઓલવાણ ગામ વિસ્તારમાં, આફતાબ અશરફભાઇ મુલ્તાની, ઉવ.૨૫ રહે.ઉના નીચલા રહીમ નગર, વાળો ગે.કા. રીતે માન્ય ડિગ્રી કે સર્ટી વગર મેડીકલને લગતા સાધનો રાખી લોકોને એલોપેથીક દવા તથા સારવાર આપી કિલનીક/ દવાખાનું ચલાવી લોકોની જીંદગી સાથે ચેડા કરતા હોય જેને રેઇડ દરમ્યાન જુદી જુદી એલોપેથીક દવાઓ, ઇન્જેકશન તથા બીપી માપવાનુ સાધન તથા સિરપની બોટલો તથા છુટી દવાઓ વિગેરે મેડિકલને લગત તમામ સાધન સામગ્રી તથા દવાનો જથ્થો કુલ આર્ટીકલ-૩૧ જેની કુલ કિ.રૂ.૧૪,૨૧૪/- ના મુદામાલ સાથે મળી આવતા નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી આવેલ છે.

અહેવાલ: પ્રકાશભાઈ કારાણી વેરાવળ.